Mumbai

પુત્રીઓને સાવકા પિતા પાસેથી ભરણપોષણનો અધિકાર નહિઃ હાઈકોટ

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચે મહત્વનો ચુકાદો આપ્યો છે. ફેમિલી કોર્ટે સાવકા પિતાને પત્નીની અગાઉના લગ્નની 2 પુત્રીઓને ભરણપોષણ આપવાનો આદેશ ફગાવ્યો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, CrPCની કલમ 125 હેઠળ ભરણપોષણ મુખ્યત્વે લોહીના સંબંધ પર આધારિત છે. તેથી, સાવકી પુત્રીને સાવકા પિતા પાસેથી ભરણપોષણ મળી શકે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

પુત્રીઓને સાવકા પિતા પાસેથી  ભરણપોષણનો અધિકાર નહિઃ હાઈકોટ

ફક્ત લોહીના સંબંધો હોય તો જ આ અધિકાર મળે ર્છે

પત્નીના અગાઉના લગ્ન થકી જન્મેલી બે પુત્રીને પણ ભરણપોષણનો ફેમિલી કોર્ટનો આદેશ ફગાવાયો

મુંબઈ - સાવકા પિતા પાસેથી પુત્રીને ભરણપોષણ માગવાનો કોઈ કાયદેસર અધિકાર નહોવાનો મહત્ત્વનો નિર્ણય હાઈકોર્ટની નાગપુર બેન્ચે આપ્યો છે.

ફેમિલી કોર્ટે આપેલા આદેશને નાગપુર કોર્ટે રદ કર્યો હતો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ફોજદારં દંડ સંહિતાની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણ મુખ્યત્વે લોહીના સંબંધ પર આધારી છે. આથી સાવકી પુત્રીને આ કલમ હેઠળ સાવકા પિતા પાસેથી ભરણપોષણ મળી શકે નહીં.

આ કેસમાં  ફેમિલી કોર્ટે પતિને પત્ની અને તેની પહેલા લગ્ન થકી થયેલી બે પુત્રીઓને દર મહિને  દરેકને  રૃ. ૧૫૦૦ આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ નિર્ણયને પતિએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પતિએ કોર્ટમાં દલીલ કરી હતી કે સંબંધીત મહિલા કાયદેસર પત્ની નથી અને તેના પહેલા લગ્ન થકી થયેલી બે પુત્રી તેની સગી પુત્રીઓ નથી. આથી ભરણપોષણ આપવાની કાયદેસર જવાબદારી નથી.

કોર્ટમાં રજૂ કરાયેલી તસવીરો અને સાક્ષીના જવાબ તપાસવામાં આવ્યા હતા તેના આધારે વિવાહ થયાનું સિદ્ધ થતું હોવાથી સંબંધીત મહિલા તેની પત્ની હોવાનું કોર્ટે માન્ય કર્યું હતું. આથી પતિએ પત્નીને ઉદરનિર્વાહ કરવાની કાયદેસર જવાબદારી કાયમ રહે છે. કોર્ટે પત્નીને દર મહિને ૧૫૦૦ની રકમ કાયમ રાખી હતી.

બે સાવકી પુત્રીના ભરણપોષણ અંગે નિર્ણય આપતાં કાર્ટે ગુજરાત હાઈકોર્ટના કેસનો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આધાર લીધો હતો. આ જોગવાઈ માત્ર લોહીના સંબંધ પર આધારીત છે. સાવકી પુત્રીઓ સગી પુત્રી નહોવાથી તેમને ભરણપોષણ આપવું ખોટું છે, એમ કોર્ટે નોંધ્યું હતું.