Mumbai

કેપ્ટન સ્મિતનાં નિવાસસ્થાને હાથમાં ત્રિરંગા સાથે લોકોનાં ટોળાં જામ્યાં

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાયદુબઈ ફ્લાઇટમાં ભારતીય પાયલટ સ્મિત મચ્છરની બહાદુરીને મુંબઈગરાંઓએ બિરદાવી. ચેમ્બુરના તિલકનગરમાં તેમના નિવાસસ્થાને સેંકડો લોકોએ તિરંગા સાથે જયઘોષ કર્યો. સહ-પાયલટના હુમલા છતાં 180 મુસાફરોના જીવ બચાવનાર સ્મિતને શૌર્યચક્ર કે ભારતરત્ન આપવાની માંગ ઉઠી. શહેરના અનેક મંદિરોમાં તેમના ઝડપી સ્વસ્થ થવા પ્રાર્થના કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

કેપ્ટન સ્મિતનાં નિવાસસ્થાને  હાથમાં ત્રિરંગા સાથે લોકોનાં ટોળાં  જામ્યાં

શૌર્યચક્ર કે ભારતરત્ન આપવાની મુંબઈગરાંઓની માંગ

સ્મિતની બહાદૂરીને બિરદાવી જયઘોષ કરાયોઃ ઝડપભેર સ્વસ્થ થઈ જાય તે માટે શહેરનાં અનેક મંદિરોમાં પ્રાર્થના

મુંબઈ  -  દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની કોકપીટમાં સહ-પાયલટના હુમલા છતાં ૧૮૦ જેટલા મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને બિરદાવવા ગુરુવારે  ચેમ્બુરના તિલકનગરમાં તેમના નિવાસસ્થાન બહાર સેંકડો લોકો એકત્ર થયા હતા. હાથમાં તિરંગા અને સ્મિતના ફોટોગ્રાફ સાથે પહોંચેલા લોકોએ તેમની બહાદુરીને બિરદાવી હતી અને સ્મિતની જલ્દીથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી. આ દરમિયાન અનેક લોકોએ સ્મિતને શૌર્યચક્ર જેવા વીરતા પુરસ્કાર અથવા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી નવાજવાની માંગ પણ કરવામાં આવી હતી.

વિગત મુજબ, તિલકનગરમાં આવેલી સ્વાસ્તિક હાઇટ્સ સોસાયટીની બહાર એકત્ર થયેલા લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. બુધવારે ફ્લાયદુબઈની ફ્લાઇટ એફઝેડ૧૦૭૩ના કોકપિટમાં સહ-પાયલટે સ્મિત પર ફલાઈટમાં રહેલ ઈમજન્સીમાં કાચ તોડવા માટે રાખવામાં આવેલ કુહાડી વડે હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે વિમાન માત્ર ૩૦ સેકન્ડમાં આશરે ૧૭ હજાર ફૂટ નીચે આવી ગયું હતું. જો કે, ગંભીર રીતે ઘાયલ હોવા છતાં સ્મિતે હિંમત અને સમયસૂચકતા દર્શાવી સંભવિત મોટી દુર્ઘટના ટાળવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

બીજી તરફ આજે ઘાટકોપર, ચેમ્બુર સહિતના વિસ્તારોમાં સ્મિતના પરિચિતો તથા સ્થાનિક નાગરિકોએ તે ઝડપભેર સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે  કો પાયલોટના હુમલામાં સ્મિતને ગંભીર ઈજા થઈ છે.