Mumbai

સામંથા રુથ પ્રભુના પર્સનાલિટી રાઈટ્સના રક્ષણ માટે કોર્ટનો આદેશ

By GS Team
2 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈ હાઈકોર્ટે સાઉથ સ્ટાર સામંથા રુથ પ્રભુને મોટી રાહત આપી છે. કોર્ટે Google, Meta પ્લેટફોર્મ્સ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને અભિનેત્રીની વાંધાજનક અને અપમાનજનક સામગ્રી હટાવવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ માધવ જામદારે નોંધ્યું કે સામંથાના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ આદેશથી સેલિબ્રિટીઝના ડિજિટલ અધિકારોના રક્ષણને વેગ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સામંથા રુથ પ્રભુના પર્સનાલિટી રાઈટ્સના રક્ષણ માટે કોર્ટનો આદેશ

સાઉથ સ્ટારની અરજી પર હાઈકોર્ટની રાહત

ગૂગલ, મેટા પ્લેટફોર્મ્સ અને અન્યોને વાંધાજનક અને અપમાનજનક સામગ્રી દૂર કરવા આદેશ આપ્યો

મુંબઈ -   બોમ્બે હાઈકોર્ટે દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી સામન્થા રૃથ પ્રભુના વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ કરતા, ગૂગલ, મેટા પ્લેટફોર્મ્સ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને જોન ડો (અજ્ઞાાત પક્ષકારો)ને તેને દર્શાવતી વાંધાજનક અને અપમાનજનક સામગ્રી દૂર કરવા આદેશ આપ્યો હતો.  સિંગલ-જજ જસ્ટિસ માધવ જામદારે નોંધ્યું હતું કે પ્રભુ મુખ્યત્વે દક્ષિણ ભારતીય 'મેગા સ્ટાર' છે અને હવે તેમણે બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાં  નોંધપાત્ર પ્રદાન કર્યું અને અને એવોર્ડઝ પણ મેળવ્યા છે.

 સામંથાના એડવોકેટે અનેક વેબસાઇટ્સ,પોર્નોગ્રાફિક પોર્ટલ્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ,એઆઈ ચેટબોટ્સ અને ખાનગી સંસ્થાઓ  ગેરકાયદે અને અનધિકૃત રીતે તેમના ફોટા, ડીપફેક છબીઓ, વિડિઓઝ, મોર્ફ કરેલી છબીઓ વગેરેનો ઉપયોગ કરીને તેમના વ્યક્તિત્વના અધિકારોનું ઉલ્લંઘન કરી  રહી હોવાનું જણાવ્યું હતું.

દલીલો સાંભળીને અને રેકોર્ડ પરની સામગ્રી પર વિચાર કર્યા પછી, બેન્ચે નોંધ્યું કે   સામંથા રુથ પ્રભુના વ્યક્તિત્વ અને ગોપનીયતા અધિકારો, તેમ જ કોપીરાઇટ કાયદા હેઠળ સુરક્ષિત તેમના નૈતિક અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તે મુજબ, વચગાળાની રાહત આપવા માટે ખૂબ જ મજબૂત પ્રથમ દૃષ્ટિએ કેસ બનાવવામાં આવે છે, એમ ન્યાયાધીશ જામદારે અવલોકન કરીને બેન્ચે ગૂગલ, ફેસબુક અને અન્ય પોર્ટલને સામંથા રુથ પ્રભનેુ દર્શાવતી વિવાદાસ્પદ અને વાંધાજનક સામગ્રીને દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો.