Mumbai

સની લિયોન અને તેના પતિ સામેનો છેતરપિંડીનો કેસ કોર્ટે ફગાવ્યો

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં સની લિયોન અને તેના પતિ સામેની છેતરપિંડીની ફરિયાદ કોર્ટે ફગાવી દીધી છે. ઓમપ્રકાશ શ્રીનારાયણ લાલ જૈને તેલુગુ ફિલ્મમાં રોલ બદલ 1.75 કરોડમાંથી કમિશન ન ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે જણાવ્યું કે આ માત્ર કરાર ભંગનો કેસ છે, છેતરપિંડી કે વિશ્વાસઘાતનો ગુનો સાબિત થતો નથી. સેશન્સ જજે મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

સની લિયોન અને તેના પતિ સામેનો છેતરપિંડીનો કેસ  કોર્ટે ફગાવ્યો

અદાલતે કહ્યું, સામાન્ય કરાર ભંગનો કેસ છે, છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુના સાબિત થતા નથી

તેલુગુ ફિલ્મમાં રોલ બદલ કમિશન નહીં ચૂકવ્યાનો આરોપ

મુંબઈ -   કોર્ટે બોલિવૂડ અભિનેત્રી સની લિયોન  અને તેના પતિ સામેની છેતરપિંડીની ફરિયાદને ફગાવી દેવાના નિર્ણયને સમર્થન આપતા કહ્યું છે કે તેમની સામે આવો કોઈ કેસ બન્યો નથી અને આ વિવાદ ફક્ત વ્યાપારી કરારનો ભંગ હતો.

એડિશનલ સેશન્સ જજ (દિંડોશી કોર્ટ) પીએ સાનેએ ફરિયાદી ઓમપ્રકાશ શ્રીનારાયણ લાલ જૈન દ્વારા દાખલ કરાયેલી નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી  રિવિઝન અરજી ફગાવી દીધી હતી. અરજીમાં દંપતી અને તેમના મેનેજર પર છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો.

ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમણે તેલુગુ ફિલ્મમાં લિયોન માટે ભૂમિકા ઉપલબ્ધ કરાવી  હતી.  તેમણે આરોપ લગાવ્યો કે  સની અને તેના પતિએ  તેમને કુલ રૃ. ૧.૭૫ કરોડમાંથી  કમિશન ચૂકવવા કબૂલ્યું હતું.

જૈને દાવો કર્યોે હતો કે  જોકે , સનીએ નક્કી ટકાવારી પ્રમાણેનું પૂરેપૂરું કમિશન ચૂૂકવ્યું ન હતું. 

જૈને ૧૦ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ અંધેરીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા આપવામાં આવેલા આદેશને પડકાર્યો હતો, જેમાં ભારતીય દંડ સંહિતા હેઠળ દાખલ કરાયેલી તેમની ફરિયાદને ફગાવી દેવામાં આવી હતી.

તેમણે દલીલ કરી હતી કે મેજિસ્ટ્રેટ કોર્ટે મગજનો ઉપયોગ કર્યા વિના ગેરકાયદેસર રીતે ફરિયાદ ફગાવી દીધી હતી.

જોકે, અરજીને ફગાવી દેતા, સેશન્સ જજે નોંધ્યું હતું કે ટેક્સ ઇન્વોઇસ અને સેટલમેન્ટ કોમ્યુનિકેશન સહિતના રેકોર્ડ પર મૂકવામાં આવેલા દસ્તાવેજો દર્શાવે છે કે વિવાદ ફક્ત વાણિજ્યિક વ્યવહારમાં તકરારને લગતો છે અને તેમાં છેતરપિંડીનું કોઈ પાસું નથી.

 એવો આરોપ છે કે પક્ષકારોએ કરાર કર્યો હતો અને તે ફક્ત કરારનો ભંગ છે.કોર્ટે વધુમાં નિર્દેશ કર્યો હતો કે ફરિયાદી છેતરપિંડી અથવા ગુનાહિત વિશ્વાસ ભંગના આવશ્યક ઘટકો પુરાવા રજૂ કરવામાં અથવા સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

મેજિસ્ટ્રેટ કોર્ટના મૂળ નિર્ણયમાં કોઈ ગેરકાયદેસરતા, ભૌતિક અનિયમિતતા અથવા વિકૃતિ જણાતા નહોવાથી ન્યાયાધીશે સુધારણા અરજી ફગાવી દીધી હતી.