Mumbai

સંતાનો માતાપિતાની મિલકત નથી, તેમને જીવનસાથી પસંદ કરવાનો અધિકાર

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
બોમ્બે હાઈકોર્ટે નાગપુરમાં 17 વર્ષની સગીરા યુવક સાથે નાસી ગયા બાદ માતાની હેબિયસ કોર્પસ અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે, પુખ્ત બાળકો માતાપિતાની મિલકત નથી. સુનાવણી દરમિયાન કિશોરી પુખ્ત થતાં, તેને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. યુવતીએ પોતાની મરજીથી યુવક સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સંતાનો માતાપિતાની મિલકત નથી, તેમને જીવનસાથી પસંદ કરવાનો અધિકાર

હેબિઅસ કોર્પસ અરજી પર બોમ્બે હાઈકોર્ટેનો ચુકાદો

૧૭ વર્ષની કિશોરી યુવક સાથે નાસી ગયા બાદ ઘરે પાછા ફરવાનો ઈનકારઃ સુનાવણી વખતે પુખ્ત થઈ ગઈ હોવાથી માતાનો દાવો  ફગાવાયો

મુંબઈ -  પુખ્ત બાળકો માતાપિતાની મિલકત નથી, જો એકાદી પુખ્ત પુત્રી પોતાની ઈચ્છાથી જીવનસાથી પસંદ કરે તો તેનો કબજો મેળવવા હેબિઅસ કોર્પસ અરજી દાખલ કરી શકાય નહીં, એવો મહત્ત્વનો ચુકાદો હાઈ કોર્ટની નાગપુર બેન્ચે આપ્યો છે.

 નાગપુરની ૧૭ વર્ષીય કિશોરી ટયુશન માટે  ઘરેથી નીકળી હતી પણ પાછી આવી નહોતી. સીસીટીવી તપાસતાં એક છોકરા સાથે બહાર જતી દેખાઈ હતી. પોલીસે કિશોરીની શોધ કરીને તેના માતાપિતાને કબજો આપ્યો હતો પણ ફરી આ કિશોરીએ ઘર છોડયું હતું. ત્યાર બાદ માતાપિતા હાઈકોર્ટમાં ગયા હતા.

હાઈકોર્ટે માતાની અરજી ફગાવી હતી. કોર્ટે સંબંધીત કિશોરીનો જવાબ નોંધતાં તેણે પોતાની મરજીથી માતાનો સાથ છોડીને યુવક સાથે ગઈ હોવાનું જણાવ્યું હતું. તેને યુવક સાથે રહેવું છે એમ હાઈકોર્ટમાં જણાવ્યું હતું. સુનાવણી વખતે કિશોરી હવે પુખ્ત થઈ હોવાથી તેને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર હોવાનું કોર્ટે નોંધ્યું હતું. સગીર હતી ત્યારે યુવકે તેને ગેરકાયદે કબજામાં રાખી હોવાનો માતાનો   દાવો કોર્ટે ફગાવ્યો હતો. યુવક સામે  પોક્સો હેઠળ ગુનો નોંધ્યો નહોવાનો પણ માતાએ આરોપ કર્યો હતો.

હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આધાર લઈને જણાવ્યું હતું કે સંતાનોના કબજાના કેસમાં તેમનું હિત સૌથી વધુ જરૃરી છે. માતાપિતાના અધિકાર કરતાં વધુ છે. હેબિઅસ કોર્સ અરજી સ્વીકારવા ગેરકાયદે કબજો સિદ્ધ કરવો આવશ્યક છે.  આ કેસમાં તે સિદ્ધ નહીં થતાં કોર્ટે અરજી ફગાવી હતી.