ડોમ્બિવલીમાં ડોક્ટરો પર હુમલામાં શિવસેના કોર્પોરેટર મ્હાત્રે સામે ચાર્જશીટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હોસ્પિટલ સ્ટાફ સહિતના લોકોને સાક્ષી બનાવાયા
રમેશ પવાર, પ્રમોદ નિકમ, અક્ષય કરંડે અને સાધના કરંડેને પણ ચાર્જશીટમાં આરોપી તરીકે દર્શાવાયા
થાણે - મહારાષ્ટ્રના થાણે જિલ્લાની પોલીસે શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રે અને અન્ય ચાર લોકો સામે નાગરિક હોસ્પિટલમાં ડોકટરો પર હુમલો કરવાના આરોપસર ચાર્જશીટ દાખલ કરી છે, ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાર્જશીટ, જેમાં સહ-આરોપી રમેશ પવાર, પ્રમોદ નિકમ, અક્ષય કરંડે અને સાધના કરંડેના નામ પણ છે, તે બુધવારે કલ્યાણ જિલ્લા અને સત્ર અદાલતમાં રજૂ કરવામાં આવી હતી.
ગત છઠ્ઠી જુલાઈના રોજ, કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર મ્હાત્રે અને અન્ય આરોપીઓ શાસ્ત્રીનગર હોસ્પિટલમાં ભેગા થયા હતા અને એક મહિલા દર્દીની સારવારમાં વિલંબ અંગે થયેલી દલીલ બાદ ડોક્ટરો પર હુમલો કર્યો હતો.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ચાર્જશીટમાં ડોકટરો, નર્સો, હોસ્પિટલ સ્ટાફ અને સીસીટીવી નેટવર્ક કોન્ટ્રાક્ટરો સહિતના મુખ્ય સાક્ષીઓના નિવેદનો અને પુરાવાઓનો સમાવેશ થાય છે.
શરૃઆતમાં મ્હાત્રેને કલ્યાણ કોર્ટમાંથી જામીન મળ્યા હતા, જેના કારણે જનતા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી ભારે વિરોધ થયો હતો, જેના કારણે મહારાષ્ટ્ર વ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. આ બાબતની સ્વતઃ નોંધલેતા, બોમ્બે હાઈકોર્ટે તેમના જામીન રદ કર્યા હતા, અને આ હુમલાને તબીબી વ્યવસ્થા પર હુમલો ગણાવ્યો હતો.
હાઈકોર્ટે મ્હાત્રેને ૨૪ કલાકની અંદર આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ તેમને કલ્યાણની આારવાડી જેલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ૨૦ દિવસ વિતાવ્યા હતા.
૭ ઓગસ્ટના રોજ, હાઈકોર્ટે તેમને ચાર્જશીટ ન થાય ત્યાં સુધી મહારાષ્ટ્રની હદમાંથી બહાર રહેવા આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ અનુસાર, મ્હાત્રે અને ત્રણ પુરુષ સહ-આરોપી પડોશી ગોવાના અંજુનામાં એક રિસોર્ટમાં પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ મ્હાત્રેના જામીન રદ કરવાની મરજી દર્શાવી હતી પરંતુ અંતિમ નિર્ણય બાકી રાખ્યો હતો.




