૮૫ કરોડની ઠગાઈના આરોપી બિલ્ડર જયેશ તન્ના સામે ચાર્જશીટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં છેતરપિંડી બદલ નોટિસ અપાઈ
અંધેરી, કાંદિવલી, ગોરેગાંવમાં ફલેટ્સ માટે લીધેલી રકમ અન્યત્ર વાપરી જઈ લોકોને છેતર્યા
મુંબઈ - અંધેરીના ડી.એન નગર પરિસર સહિત કાંદિવલી, ગોરેગાંવ ખાતે પુનર્વિકાસના પ્રોજેક્ટમાં સામાન્ય રોકાણકારોના ૮૫ કરોડની ઠગાઈના આરોપમાં ડેવલપર જયેશ તન્ના, દીપતન્ના, વિવેક તન્ના સહિત સાત જણ સામે આરોપનામા બાબતે નોટિસ જારી કરવાનો આદેશ પીએમએલએ કોર્ટે આપ્યો છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ જયેશ તન્ના અને અન્યોની ધરપકડ કરી હતી. અનેક જૂની ઈમારતોના પુનર્વિકાસ એક સાથે હાથમાં લેનારા સાંઈ ગુ્રપે રહેવાસીઓને ભાડા આપવાનું બંધ કર્યું હતું.
તપાસમાં જણાયું હતું કે ખરીદદારો પાસેથી લીધેલી રકમ પોતાના લાભ માટે વાળવામાં આવ્યાનું તપાસમાં જણાયું છે. કેટલીક બોગસ કંપની મારફત ભંડોળ વિદેશમાં મિલકત ખરીદવા માટે વાપરવામાં આવ્યાનું સ્પષ્ટ થયું છે. આથી પ્રકલ્પ માટે રકમ વાપરી નહોવાથી પ્રકલ્પ સમયસર પૂરો થયો નહીં અને કબજો આપી શકાયો નહીં આથી મહાનગર પરિસરમાં વિવિધ પ્રકલ્પોમાં ખરીદદાર,જૂના ભાડૂત અને રોકાણકારના કુલ રૃ. ૪૩.૭૩ કરોડનું અર્થિક નુકસાન થયું હતું. આ પૂર્વે ઈડીએ આરોપી સંબંધી ૪૩.૭૩ કરોડની મિલકત જપ્ત કરી છે. પોલીસે ૧૭માંથી ૧૫૪ કેસમાં આરોપનામા દાખલ કર્યા છે.
હવે ઈડીએ ૩૧ જુલાઈના રોજ જયંશ તન્ના સહિત અન્યો સામે આરોપનામું દાખલ કર્યું હતું. તન્નાના લંડનના બંગલા સહિત ૩૫ કરોડની મિલકત જપ્ત કરી છે. ઠગાઈ ૮૫ કરોડ સુધીની હોવાનું પોલીસ તપાસમાં જણાયું છે. આરોપનામામાં ૪૪ કરોડની ઠગાઈનો ઉલ્લેખ છે.









