સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં આરોપો ઘડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બાંદરામાં ઘરે ઘૂસી ચાકુ માર્યું હતું
બાંગ્લાદેશી મોહમ્દ શરીફુલ ઈસ્લામનો પોતે નિર્દોષ હોવાનો કોર્ટમાં દાવો
મુંબઈ - ગયા વર્ષે જાન્યુઆરીમાં અભિનેતા સૈફ અલી ખાનને તેના નિવાસસ્થાને ઘૂસીને છરી મારવાના આરોપમાં ધરપકડ કરાયેલા એક બાંગ્લાદેશી નાગરિક સામે મુંબઈની એક કોર્ટે શુક્રવારે આરોપો ઘડયા છે.
આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ (૩૦) એ પોતાને નિર્દોેષ જણાવ્યાબાદ, એડિશનલ સેશન્સ જજ જી.પી. દેશમુખે તેની સામે આરોપો ઘડયા હતા.
હવે તેની સામે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની સંબંધિત જોગવાઈઓ હેઠળ લૂંટ, ઘાતક હથિયારનો ઉપયોગ કરીને ગંભીર ઈજા પહોંચાડવા, ઘરમાં ઘૂસણખોરી તેમજ વિદેશી અધિનિયમ અને પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) નિયમોની સંબંધિત કલમો હેઠળ કેસ ચલાવવામાં આવશે.
ગયા વર્ષે ૧૬ જાન્યુઆરીના રોજ બાંદ્રામાં તેમના ૧૨મા માળના એપાર્ટમેન્ટમાં ઘુસણખોરે ખાન પર વારંવાર છરી વડે હુમલો કર્યો હતો.
હુમલા પછી, ૫૪ વર્ષીય સૈફની એક ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સર્જરી કરવામાં આવી અને પાંચ દિવસ પછી રજા આપવામાં આવી હતી.
કથિત ઘટનાના બે દિવસ પછી પોલીસે ઇસ્લામની ધરપકડ કરી હતી.









