Mumbai

૨,૧૪૩ કરોડના વિદેશી રેમિટન્સ કેસમાં લાતુરના સીએની ધરપકડ

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં, લાતુર જિલ્લાના CA શ્યામ કલાનીની ₹2,143 કરોડથી વધુના વિદેશી રેમિટન્સ માટે 1810 ફોર્મ 15-CB સર્ટિફિકેટ ચકાસણી વિના ઇશ્યૂ કરવા બદલ ધરપકડ થઈ છે. 16 શેલ કંપનીઓ દ્વારા આ પૈસા વિદેશ મોકલાયા હતા. આવકવેરા વિભાગે તપાસ કરતા આ કંપનીઓ બંધ હોવાનું અને IT રિટર્ન ફાઈલ ન કર્યાનું જણાયું. કોર્ટે કલાનીને 9 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૨,૧૪૩ કરોડના વિદેશી રેમિટન્સ કેસમાં લાતુરના સીએની ધરપકડ

૧૬ શેલ કંપનીના માધ્યમથી રૃપિયા વિદેશ મોકલ્યા

પૈસા વિદેશ મોકલવા જરૃરી ફોર્મ ૧૫-સીબીની કોઇ ખરાઇ કર્યા વગર ૧૮૧૦ સર્ટિફિકેટ જારી કર્યા

મુંબઇ  -  લાતુર જિલ્લાના ઉદગીરના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)  શ્યામ કલાનીની રવિવારે ફરજિયાત ચકાસણી પ્રક્રિયા હાથ ધર્યા વિના ૧૮૧૦ ફોર્મ ૧૫ સીબી સર્ટિફિકેટ જારી કરવા બદ્દલ ધરપકડ કરવામાં આવી હતી. આ સર્ટિફિકેટ્સના આધારે  શેલ કંપની  દ્વારા ૨,૧૪૩ કરોડથી વધુના વિદેશી રેમિટન્સ મોકલવામાં આવ્યા હતા.

ચોક્કસ  વિદેશી રેમિટન્સ માટે ફોર્મ ૧૫ સીબી સર્ટિફિકેટ ફરજિયાત છે અને બેંક સહિત અધિકૃત ડીલરોને સબમિટ કરવામાં આવે છે. નિયમો અનુસાર સીએએ રેમિટન્સની પ્રકૃતિ અને લાગુ કરકપાતને પ્રમાણિત કરતા પહેલા મોકલનાર અને લાભાર્થી બન્નેના કરારો, ખાતાના  પુસ્તકો અને અન્ય સંબંધિત રેકોર્ડની તપાસ કરવી જરૃરી છે.

 શ્યામ કલાનીને સોમવારે કોર્ટમાં હાજર કરવામાં આવતા તેને નવ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

આવકવેરા વિભાગના નાયબ નિયામક (તપાસ) દીપકકુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર વિભાગની નાગપુર તપાસ શાખાએ ૧૮ ઓગસ્ટના રોજ સીએની ઓફિસમાં એક સર્વે હાથ ધર્યો હતો. કામગીરી દરમિયાન અધિકારીઓને કથિત રીતે જાણવા મળ્યુ ંહતું કે ૨૦૨૨-૨૩ અને ૨૦૨૫-૨૬ વચ્ચે ૧૮૧૦ ૧૫-સીબી સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યા હતા. જેના અંતર્ગત વ્યવહારો અને જરૃરી દસ્તાવેજોની યોગ્ય રીતે તપાસ કરવામાં આવી ન હોતી.

તપાસકર્તાઓને જાણવા મળ્યું હતું કે ૧૬ એન્ટિટીઓ રેમિટન્સમાં સામેલ હતી, જેમાં કુલ ૨,૧૪૩.૭૯ કરોડ રૃપિયા વિદેશમાં ટ્રાન્સ્ફર કરવામાં આવ્યા હતા.

આ કેસની તપાસના એક ભાગરૃપે આઇટી  વિભાગે ત્રણ એન્ટિટીઓની ચકાસણી કરી હતી અને જાણવા મળ્યું હતું કે તેઓ તેમના નોંધાયેલા સરનામાઓ પર કાર્યરત નહોતી એમ કથિત રીતે એક-બે વર્ષથી બંધ હતી. અધિકારીઓ એ એ પણ શોધી કાઢ્યું હતું કે આ એન્ટિટીઓ એ વિદેશમાં નોંધપાત્ર રકમ મોકલી હોવા છતાં આઇટી રિટર્ન ફાઇલ કર્યા ન હતા.