Mumbai

બૉલિવૂડ સુપરસ્ટાર્સ મુશ્કેલીમાં? તુકારામ મુંઢેની લાલ આંખ- મારા માટે તેઓ માત્ર કાયદો તોડનારા છે

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
વિમલ એલચી જાહેરાત વિવાદમાં શાહરૂખ, અજય અને ટાઈગર શ્રોફે મહારાષ્ટ્ર FDAની નોટિસનો જવાબ આપ્યો છે. FDA કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું કે, ત્રણેયના જવાબો મળ્યા છે અને હવે કાયદેસરની કાર્યવાહી થશે. 2 કલાકારોની વ્યક્તિગત સુનાવણી પૂર્ણ થઈ છે. FDAનો આરોપ છે કે, આ જાહેરાત ગુટખાનું સરોગેટ પ્રમોશન છે. ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કલાકારો પણ જવાબદાર છે અને 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બૉલિવૂડ સુપરસ્ટાર્સ મુશ્કેલીમાં? તુકારામ મુંઢેની લાલ આંખ- મારા માટે તેઓ માત્ર કાયદો તોડનારા છે

Bollywood Actors Ad Controversy : 'વિમલ એલચી'ની જાહેરાત મામલે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મોકલવામાં આવેલી કારણદર્શક નોટિસનો ત્રણેય બોલિવૂડ કલાકારોએ જવાબ આપી દીધો છે. FDA ના કમિશનર તુકારામ મુંઢેએ માહિતી આપતાં જણાવ્યું કે, ત્રણેય તરફથી જવાબો મળી ગયા છે અને વિભાગ હવે આગળની કાયદાકીય કાર્યવાહી પર કામ કરી રહ્યો છે.

સુનાવણી અને આગળની કાનૂની કાર્યવાહી

પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા અનુસાર, નોટિસ મળ્યા બાદ શાહરૂખ ખાન (Shah Rukh Khan), અજય દેવગન (Ajay Devgn) અને ટાઈગર શ્રોફ (Tiger Shroff) પૈકી બે કલાકારોએ વ્યક્તિગત સુનાવણીની માંગણી કરી હતી. આ બંનેની સોમવારે વ્યક્તિગત સુનાવણી પૂરી થઈ ચૂકી છે, જોકે તે બે કલાકારો કોણ હતા તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. હવે સમગ્ર બાબત પર FDA આગળનું કાનૂની પગલું ભરવાની તૈયારીમાં છે.

શું છે સમગ્ર વિવાદ?

FDAએ 11 ઓગસ્ટના રોજ ત્રણેય કલાકારોને 15 દિવસમાં જવાબ આપવા માટે નોટિસ ફટકારી હતી. તંત્રનો મુખ્ય આરોપ એ છે કે 'વિમલ એલચી'ની આડમાં ખરેખર પ્રતિબંધિત ગુટખા અને પાન મસાલા બ્રાન્ડનું સરોગેટ પ્રમોશન કરવામાં આવી રહ્યું છે, જે નિયમોની વિરુદ્ધ છે.

કલાકારોની પણ સરખી જવાબદારી

તંત્રનું વલણ સ્પષ્ટ છે કે વિજ્ઞાપનમાં દેખાતા ઉત્પાદનની જવાબદારી માત્ર કંપની પૂરતી સીમિત નથી રહેતી. ફૂડ સેફ્ટી કાયદા મુજબ પ્રચાર કરનારા કલાકારોની પણ તેટલી જ જવાબદારી બને છે. કોઈપણ જાહેરાત સ્વીકારતા પહેલાં જે-તે પ્રોડક્ટ કાયદેસર છે કે નહીં અને તેના દાવા સાચા છે કે નહીં તેની ખાતરી કરવી કલાકારો માટે જરૂરી છે. કાયદાની નજરમાં કોઈ સુપરસ્ટાર નથી પરંતુ માત્ર નિયમભંગ કરનાર એડવર્ટાઈઝર છે.

કાયદાકીય જોગવાઈ અને દંડ

આ સમગ્ર કાર્યવાહી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કરવામાં આવી છે. આ કાયદાની કલમ 24 ભ્રામક જાહેરાતો અને પ્રોડક્ટ વિશે ખોટા દાવા કરવા પર પ્રતિબંધ મૂકે છે. જ્યારે કલમ 53 હેઠળ પ્રતિબંધિત કે ગેરમાર્ગે દોરતી પ્રોડક્ટ્સના પ્રચારમાં સામેલ થવા બદલ 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.