Mumbai

બીએમડબલ્યૂ ચલાવનારા શનય સામે રેશ ડ્રાઇવિંગના અગાઉ બે કેસ

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈના કોસ્ટલ રોડ પર BMW કાર 75 ફૂટ નીચે ખાબકતાં અમદાવાદના 21 વર્ષીય શનય ગજ્જર, 19 વર્ષીય આદિત્ય જકસાણિયા અને 17 વર્ષીય ધૈર્ય શેઠના મોત થયા. ચાલક શનય સામે અગાઉ પણ રેશ ડ્રાઇવિંગના કેસ થયા હતા. 120-150 કિમીની ઝડપે કાર ચલાવી હતી. એક યુવક સનરૂફમાંથી બહાર ફેંકાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

બીએમડબલ્યૂ ચલાવનારા શનય સામે રેશ ડ્રાઇવિંગના અગાઉ બે કેસ

રસ્તા પર બોલાચાલીનો ગત માર્ચનો વીડિયો વાયરલ થયો

શનયનો મૃતદેહ એક્સીલેટર પર પગ મૂકેલી હાલતમાં જ મળ્યોઃ  એક યુવક સન રુફમાંથી બહાર ફેંકાયો હતોઃ શનયની બાજુમાં  બેઠેલો ઓસવાલ એરબેગને લીધે બચ્યો

મુંબઇ -  મુંબઈમાં રવિવારે સવારે કોસ્ટલ રોડ પર બીએમડબલ્યુ કાર ફલાયઓવર પરથી ૭૫ ફૂટ નીચે ખાબકતાં સર્જાયેલા ભીષણ અકસ્માતમાં માર્યા ગયેલા ત્રણ મિત્રોમાંથી બીએમડબલ્યૂના ચાલક શનય ગજ્જર સામે અગાઉ પણ રેશ ડ્રાઇવિંગ બદલ  કેસ થયા હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં  અમદાવાદના ૨૧ વર્ષીય યુવક શનય ગજજ્ર, ૧૯ વર્ષીય આદિત્ય જકસાણિયા તથા ૧૭ વર્ષીય  ધૈર્ય શેઠનાં મોત નીપજ્યાં હતાં.

આજે એવી વિગતો બહાર આવી હતી કે મૃતક શનય સામે અગાઉ પણ રેશ ડ્રાઇવિંગના કેસ થયા હતા. તેની સામે એક   ફરિયાદ બાંદ્રામાં અને બીજી ફરિયાદ ગાંવદેવી પોલીસ મથકમાં નોંધાઇ હતી.  બાંદ્રામાં નોંધાયેલી પહેલી ફરિયાદમાં તેણે દારૃ પીને કોફાન કર્યું હોવા બાબતે કરવામાં આવી હતી જ્યારે બીજી ફરિયાદ ગાંવદેવી પોલીસ મથકમાં એક દંપતિએ નોંધાવી હતી. આ બાબતે તાડદેવમાં રહેતા ઓમકાર શિર્કે નામના એક વ્યક્તિએ ગાંવદેવી પોલીસ મથકમાં શનયના વિરોધમાં એક પોલીસ ફરિયાદ નોંધાવી હતી.  ગત માર્ચની આ  ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે જેમાં શનય ફરિયાદી ઓમકાર શિર્કે અને તેમની પત્ની સાથે ખૂબ જ ઉદ્ધતાઇપૂર્વક વર્તન કરતો જોવા મળે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માત જ્યાં  થયો ત્યાં ૮૦ કિમીની સ્પીડ મર્યાદા નિર્ધારિત કરેલી છે. પરંતુ ચાલક શનય ગજ્જર ૧૨૦થી ૧૫૦ કિમીની સ્પીડે કાર ચલાવી  રહ્યો હતો. અકસ્માત બાદ કારમાંથી શનયનો મૃતદેહ એક્સીલેટર પર પગ મૂકેલી હાલતમાં  જ મળ્યો હતો. આદિત્ય ઓસવાલ તેની બાજુમાં બેઠો હતો પરંતુ તેની એરબેગ  યોગ્ય રીતે ખુલી જતાં તે ગંભીર ઈજાઓ સાથે બચી ગયો હતો. જોકે, તેને પાંસળી તથા નાકના ભાગે  ગંભીર ઈજાઓ થઈ હતી.  આદિત્ય જકસાણીયા તથા ધૈર્ય શેઠ પાછળ બેઠા હતા. તેમાંથી એક યુવક કારની પાછલી સીટમાં જ ફસાયો હતો જ્યારે બીજો  સન રુફમાંથી બહાર ઉછળીને નીચે પટકાયો હતો અને તેનો મૃતદેહ કારથી થોડે દૂરથી  મળ્યો હતો.