આશા ભોંસલેનું આખરી ગીત ે તેમની જન્મ જયંતિએ રીલિઝ થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓમ કા હરી માટે આ ગીત ૨૦૨૩માં રેકોર્ડ કરાયેલું
આઠ દાયકાની લાંબી સંગીતયાત્રા દરમિયાન આશાએ ૧૨૦૦૦ ગીત ગાયાં હતાં
મુંબઈ - મહાન પાર્શ્વગાયિકા આશા ભોસલેનું આખરી ગીત 'એ મેરી ઝિંદગી, તુ છુપી હૈ કહાં' તેમના જન્મજયંતિ આઠ સપ્ટેમ્બરે રિલિઝ કરવામાં આવશે.
ફિલ્મમેકર હરીશ વ્યાસની ફિલ્મ 'ઓમ કા હરી' માટે આ ગીત ૨૦૨૩ના અંતભાગમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. વ્યાસે જણાવ્યું હતું કે તેમના જન્મદિને આ ગીત રજૂ કરવા પાછળનો ઇરાદો આશાજીના અમર અવાજ અને તેમના વિરાટ વારસાની ઉજવણી કરવાનો છે. શ્રોતાઓની એનેક પેઢીઓના જીવનને તેમના સંગીતનો સ્પર્શ થયો છે.
ઉલ્લેખનીય છે કે ગઈ તા. ૧૨મી એપ્રિલે આશા ભોસલેનું મુંબઈમાં નિધન થયું હતું.
આઠ દાયકાની લાંબી સંગીતયાત્રામાં આશા ભોસલેએ ૧૨,૦૦૦ ગીતો રેકોર્ડ કર્યા હતા. આશા ભોસલેએ સંગીતના અનેક પ્રકારો શાસ્ત્રીય ગાયનથી માંડી ગઝલ અને કેબ્રેથી માંડી રોક એન્ડ રોલ અને પોપ સંગીત પણ તેમણે બખૂબી રજૂ કર્યું હતું.




