Mumbai

અર્જુન બિજલાનીએ મૌની સાથે અફેરની અફવા નકારી

By GS Team
13 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈ: 'નાગિન' ફેમ મૌની રોય અને અર્જુન બિજલાનીના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું. અર્જુન બિજલાનીએ આ અહેવાલોને નકારી કાઢતા કહ્યું કે, ડિનર પર જવું એટલે અફેર નહીં. મૌનીએ તાજેતરમાં જ સૂરજ નાંબિયાર સાથે છૂટાછેડા લીધા છે. અર્જુન પરિણીત છે અને તેને એક પુત્ર પણ છે. આ બન્નેને બદનામ કરવાના ઈરાદે ખોટી માહિતી ફેલાવાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અર્જુન બિજલાનીએ મૌની સાથે અફેરની અફવા નકારી

કોઈ સાથે ડીનર પર જવું અફેર ન કહેવાય

મૌની તાજેતરમાં જ સૂરજ નાંબિયાર સાથે છૂટાછેડા લઈ ચૂકી છે                                  

મુંબઈ -  'નાગિન' ટેલિવિઝન શોમાં સાથે કામ કરી જાણીતાં બનેલાં અર્જુન બિજલાની અને મૌની રોય વચ્ચે હાલ અફેર ચાલી રહ્યો હોવાના અહેવાલોને ફગાવી દેતાં અર્જુન બિજલાનીએ જણાવ્યું હતું કે ડિનર પાર્ટીમાં કોઇની સાથે જવાથી કોઇ અફેર થઇ જતાં નથી. થોડા સમયથી કોઇ બદનામી કરવાના ઇરાદાથી મૌની વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે તેવો દાવો બિજલાનીએ કર્યો હતો.

અર્જુન બિજલાનીએ નેહા સ્વામી સાથે લગ્ન કરેલાં છે અને તેમને એક પુત્ર અયાન બિજલાની છે. જ્યારે મૌની રોયે બિઝનેસમેન સૂરજ નાંબિયાર સાથે લગ્ન કર્યા હતા. મે ૨૦૨૬માં મૌની અને સૂરજે ચાર વર્ષના લગ્ન બાદ અલગ પડી ગયા હોવાની જાહેરાત કરી હતી.

આ પછી મૌની અને અર્જુન અવારનવાર સાથે જોવા મળતાં બંને ડેટિંગ કરી રહ્યા હોવાની વાતો ચગી હતી. જેને હવે અર્જુન બિજલાનીએ નકારી કાઢી છે. અર્જુન બિજલાનીની 'ચુંબક સોસાયટી'  ઓટીટી પર ૨૮ ઓગસ્ટથી રજૂ થવાની છે. જ્યારે મૌની છેલ્લે 'અબ હોગા હિસાબ'ની સિઝન ટુમાં જોવા મળી હતી.