કેટરિના બાદ હવે ઐશ્વર્યા રાયનું બોડી શેમિંગ, પ્રેગનન્ટ લાગતી હોવાની મજાક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઐશ્વર્યાને વેઈટલોસ ટ્રીટમેન્ટની સલાહ
ઇન્ટરનેશનલ હસ્તીઓ વચ્ચે બ્લેક ડ્રેસ અને લાલ લાલી ધારણ કરનારી ઐશ્વર્યા નેટીઝન્સના નિશાને
મુંબઇ - કેટરિના બાદ હવે ઐશ્વર્યા રાયનેા ફિગર વિશે નેટીઝન્સે જાતજાતની અણછાજતી ટીકાઓ કરી હોવાનું જાણવા મળ્યું છે. પેરિસમાં યોજાયેલાં ફેશન શોમાં ભાગ લેનારી ઐશ્વર્યાના ફિગર વિશે કોમેન્ટ કરતાં એક જણે તે શા માટે વજન ઘટાડતી નથી તેમ જણાવી તેને વેઈટ લોસ માટે દવાઓ લેવાની સલાહ આપી દીધી હતી.
ઐશ્વર્યા રાય બચ્ચનના વિડિયોની નીચે કોમેન્ટ સેક્શનમાં નેટીઝન્સે તેના ફિગર વિશે જાતજાતની અણછાજતી કોમેન્ટ પાસ કરી હતી. એક જણે તેને મોટી ભેંસ કહી હતી તો બીજાએ તેને શ્રીકની ફિયોના સાથે સરખાવી હતી. કોઈએ તો કેટરિના આટલાં વર્ષે પ્રેગનન્ટ લેડી જેવી લાગે છે તેમ કહી મજાક ઉડાવી હતી.
બાવન વર્ષની ઐશ્વર્યા જાણીતી કોસ્મેટિક બ્રાન્ડની એમ્બેસેડર તરીકે દર વર્ષે પેરિસ ફેશનશોમાં ભાગ લેવા જાય છે.
તાજેતરમાં કેટરિનાના ફિગર વિશે પણ અણછાજતી ટિપ્પણીઓ થતાં પરિણતિ ચોપડા અને રિચા ચડ્ઢાએ તેના આકરાં પ્રતિભાવ આપ્યા હતા. જો કે ઇન્ટરનેશનલ હસ્તીઓ સાથે ફેશન શોમાં ભાગ લેનારી બાવન વર્ષની ઐશ્વર્યાને પણ નેટીઝન્સે તેમની ટીકાઓનું લક્ષ્ય બનાવી હતી.




