થાઈલેન્ડથી આવેલા નાગરિકોના એક સમૂહે પણ ગણેશપ્રતિમાનું વિસર્જન કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

છેલ્લાં ચાર વર્ષથી મહારાષ્ટ્રમાં આવી ગણેશોત્સવ ઉજવે છે થાઈ ભક્તા
એક સ્થળે ૧૦ દિવસ ગણેશની સ્થાપના કરવાને બદલે પ્રતિમા સાથે લઈ
આ ભક્તો અષ્ટવિનાયકની યાત્રા કરી છેલ્લે દિવસે કરે છે વિસર્જને
મુંબઈ - મુંબઈની ગિરગાંવ ચોપાટી પર અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન દરમિયાન ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન થાઈલેન્ડથી આવેલા નાગરિકોના એક સમૂહે પણ ગણેશપ્રતિમાનું વિસર્જન કર્યું હતું. થાઈ નાગરિકોએ સાંજે ગણપતિની આરતી કરી, અથર્વશીર્ષ તથા વિવિધ મંત્રોના પાઠ કર્યા અને 'ગણપતિ બાપ્પા મોરયા'ના જયઘોષ સાથે બાપ્પાને વિદાય આપી હતી. પીળા રંગનાં ટી-શર્ટ પહેરેલા આ વિદેશી ભક્તોએ મરાઠીમાં 'પુઢચ્યા વર્ષી લવકર યા'ના નારા પણ લગાવ્યા હતા. તેમની વિસર્જન યાત્રામાં મુંબઈના ભક્તો પણ જોડાયા હતા.
ગિરગાંવ ચોપાટી પર ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. વિવિધ કદ અને સ્વરૃપની ગણેશપ્રતિમાઓ સાથે ભક્તો વિસર્જન માટે પહોંચ્યા હતા, જેના કારણે સાંજ બાદ ચોપાટી તથા આસપાસના વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળી હતી. મુંબઈના માનવંતા ગણપતિઓનાં દર્શન માટે પણ મોટી સંખ્યામાં નાગરિકો પહોંચ્યા હતા. આ સમગ્ર ભક્તિમય વાતાવરણમાં થાઈલેન્ડના નાગરિકોએ ભારતીય પરંપરા અને ગણેશભક્તિ સાથે જોડાઈને કરેલું વિસર્જન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.




