Mumbai

રત્નાગીરી રેલવે સ્ટેશનની છતનો ૫૦ ફૂટ જેટલો ભાગ તૂટી પડયા

By GS Team
7 Jul 20261 min read
TukuTouch Logo
રત્નાગીરી રેલવે સ્ટેશન પર રવિવારે રાત્રે ભારે વરસાદ અને પવનને કારણે છતનો 50 ફૂટનો ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે, હાજર ગણ્યાગાંઠયા પ્રવાસીઓ અને સ્થાનિકો સમયસર ખસી જતાં મોટી જાનહાનિ ટળી હતી. બે વર્ષ પહેલાં જ છતનું રિનોવેશન થયું હોવાથી કામની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. આ ઘટના મુંબઈ નજીક બની હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રત્નાગીરી રેલવે સ્ટેશનની છતનો  ૫૦ ફૂટ જેટલો ભાગ તૂટી પડયા

રત્નાગીરી રેલવે સ્ટેશનની છતનો  ૫૦ ફૂટ જેટલો ભાગ તૂટી પડયા

બે ર્ષ પૂર્વે જ કરાયેલા રિનોવેશનના કામ પર સવાલે

ખરાબ હવામાનના કારણે હાજર ગણ્યાગાંઠયા પ્રવાસીઓ તથા સ્થાનિકો  સમયસર ખસી જતાં મોટી જાનહાનિ ટળી

મુંબઈ -  ભારે વરસાદ અને તોફાની પરવનને લીધે રત્નાગીરી રેલવે સ્ટેશનના છાપરાનો ૫૦ ફૂટનો ભાગ ધસી પડયો હતો જોકે સદ્નસિબે મોટી હોનારત ટળી હતી. રવિવારે રાત્રે ૧૦.૪૫ વાગ્યે સ્ટેશનની બહાર રિક્ષા સ્ટેન્ડ પાસે આ ઘટના બની હતી. રસપ્રદ વાત એ છે કે બે વર્ષ પહેલાં જ છાપરાનું રિનોવેશન થયું હતું.

ખરાબ હવામાનને લીધે બહુ ઓછા લોકો હાજર હતા અને પ્રવાસીઓ તથા સ્થાનિક રહેવાસીઓ છાપરા નીચે આશ્રય લઈને ઊભા હતા. તેમને છત પડવાનો અવાજ આવતાં જ તરત ખસી ગયા હતા. સમયસર  ખસી જવાથી જાનહાનિ ટળી હતી.

ઘટનાને પગલે બે જ વર્ષ પૂર્વે જાહેર બાંધકામ ખાતા દ્વારા થયેલા સમારકામ સામે સવાલ થઈ રહ્યા છે. ગયા વર્ષે છાપરામાંથી પાણી લીકેજની પણ ફરિયાદ આવતાં ટીકા થઈ હતી.