Mumbai

‘ભારત સેક્યુલર દેશ છે...’ દિયા મિર્ઝાની દિવાળી એડ હટાવવા મુદ્દે BMCને બોમ્બે હાઇકોર્ટની ફટકાર

By GS Team
3 Nov 20262 mins read
TukuTouch Logo
બોમ્બે હાઈકોર્ટે BMC દ્વારા દિયા મિર્ઝાની પ્રદૂષણમુક્ત દિવાળીની એડ હટાવવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. મેયર અને ભાજપ નેતાના વાંધા બાદ BMCએ જાહેરાત હટાવી હતી. કોર્ટે જણાવ્યું કે પર્યાવરણ અને પ્રદૂષણનો મુદ્દો દરેક નાગરિકના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે અને તેમાં રાજકારણને સ્થાન ન હોવું જોઈએ. દિયા મિર્ઝાએ પણ આ નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ભારત સેક્યુલર દેશ છે...’ દિયા મિર્ઝાની દિવાળી એડ હટાવવા મુદ્દે BMCને બોમ્બે હાઇકોર્ટની ફટકાર

Dia Mirza BMC Diwali ad: મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા પ્રદૂષણ મુક્ત દિવાળીના અભિયાન માટે બનાવવામાં આવેલા જાગૃતિ વીડિયોમાંથી બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાની એક એડ હટાવી દેવાના મામલે બોમ્બે હાઇકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. મુંબઈના મેયર રીતુ તાવડે અને ભાજપના નેતા અમિત સાટમે દિયા મિર્ઝાની એડ સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના પગલે બીએમસીએ કોઈ પણ ખુલાસા વગર આ વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરી દીધો હતો.

આ પણ વાંચો: મુંબઈમાં પ્રદૂષણ-મુક્ત દિવાળીના વીડિયોને લઈને હોબાળો, ભાજપના વાંધા બાદ BMCએ દિયા મિર્ઝાનો વીડિયો હટાવ્યો

બીએમસીનું પ્રદૂષણ મુક્ત દિવાળી અભિયાન

બીએમસીએ દિવાળી દરમિયાન ફટાકડાથી થતા હવા અને અવાજના પ્રદૂષણને રોકવા માટે દિયા મિર્ઝા, માધુરી દીક્ષિત, નિશિગંધા વાડ અને ક્રિકેટર અજિંક્ય રહાણે જેવા સેલેબ્રિટીઝ સાથે વીડિયો તૈયાર કર્યા હતા. પરંતુ ભાજપ નેતા અમિત સાટમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'અમારે દિવાળી કેવી રીતે ઉજવવી તે શીખવાની જરૂર નથી, અમારી પરંપરાઓ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે.' તેમની આ ટિપ્પણી બાદ બીએમસીએ દિયા મિર્ઝાનો વીડિયો ડિલીટ કરી દીધો હતો. મેયર રીતુ તાવડેએ પણ આ નિર્ણયનું સમર્થન કરતાં દિયા મિર્ઝા પર હિન્દુત્વ વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો.

બોમ્બે હાઇકોર્ટની કડક ટિપ્પણી

જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચે આ મુદ્દે સુનાવણી કરતાં જણાવ્યું હતું કે, 'પર્યાવરણ અને પ્રદૂષણનો મુદ્દો દરેક નાગરિકના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. પછી તે કોઈ પણ ધર્મ કે જ્ઞાતિનો હોય, આપણે બધા એક જ હવામાં શ્વાસ લઈએ છીએ. બીએમસીએ ખૂબ સારું કામ કર્યું હતું. ભારત એક સેક્યુલર દેશ છે અને સેલેબ્રિટીઝે એકતાનો સંદેશ આપ્યો હતો. આવી ગંભીર બાબતોમાં રાજકારણ કે જૂથબંધીને કોઈ સ્થાન ન હોવું જોઈએ.' કોર્ટે કોઈપણ નેતાનું નામ લીધા વિના કહ્યું કે આવી ટિપ્પણીઓથી સમાજની એકતા અને સંતુલન બગડવું ન જોઈએ.

દિયા મિર્ઝા અને વિપક્ષનો વળતો પ્રહાર

પોતાનો પક્ષ રાખતા અભિનેત્રી દિયા મિર્ઝાએ જણાવ્યું હતું કે, 'હાઇકોર્ટના નિર્દેશ અને બીએમસીના જાહેર હિતના અભિયાન હેઠળ બનાવેલા વીડિયો સામે કોઈને કેમ વાંધો હોઈ શકે? હવાનું પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે અને તેને ઘટાડવાના તમામ પ્રયાસોને બિરદાવવા જોઈએ.'

બીજી તરફ, વિપક્ષી નેતાઓએ બીએમસી પર રાજકીય દબાણ સામે ઝૂકી જવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે ભાજપે દાવો કર્યો હતો કે પર્યાવરણના નામે માત્ર હિન્દુ તહેવારોને જ લક્ષ્ય બનાવવામાં આવે છે.