Astro

દિવાળીએ સાડા સાતીનો પ્રભાવ, મેષ, કુંભ અને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે તહેવારોનો માહોલ?

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
શનિ મીન રાશિમાં બિરાજમાન હોવાથી મેષ, કુંભ અને મીન રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. મેષ રાશિના જાતકોએ નાણાકીય બાબતોમાં વિચાર્યા વગર પગલાં ભરવાથી બચવું. કુંભ રાશિને આર્થિક મોરચે રાહત મળી શકે છે, જ્યારે મીન રાશિએ ગુસ્સે થવાનું ટાળી, આવક-ખર્ચનું સંતુલન જાળવી ધીરજથી કામ લેવું પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળીએ સાડા સાતીનો પ્રભાવ, મેષ, કુંભ અને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે તહેવારોનો માહોલ?

Astro News : તહેવારોની રોનક વચ્ચે દરેક વ્યક્તિ સુખ-સમૃદ્ધિની કામના કરી રહી છે. હાલના સમયમાં શનિ મીન રાશિમાં બિરાજમાન છે, જેના કારણે મેષ, કુંભ અને મીન રાશિ પર શનિની સાડા સાતીના અલગ-અલગ તબક્કો ચાલી રહ્યા છે. સાડા સાતીનો આ પ્રભાવ ત્રણેય રાશિઓ પર એકસરખો રહેવાનો નથી; કોઈની ઝોળીમાં ખુશીઓ આવશે તો કોઈએ સાવચેતી રાખવી પડશે.

મેષ રાશિ (સાડા સાતીનો પહેલો તબક્કો):

મેષ રાશિના જાતકો માટે નાણાકીય બાબતોમાં વગર વિચારે પગલાં ભરવા નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તેના જોખમો સારી રીતે સમજી લો. કોઈના કહેવાથી કે ઝડપી નફાની લાલચમાં નાણાં રોકવાથી બચવું. આ સમય દરમિયાન ધીરજ અને વ્યવહારિક અભિગમ રાખવો ખૂબ જ જરૂરી છે.

કુંભ રાશિ (સાડા સાતીનો છેલ્લો/ઉતરતો તબક્કો):

કુંભ રાશિના જાતકો માટે આ ઉતરતી સાડા સાતીનો સમય છે, જેથી તહેવારો વચ્ચે તેમને આર્થિક મોર્ચે રાહત અને સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને વરિષ્ઠ અધિકારીઓનો સાથ મળશે, જ્યારે વેપારીઓને નવા સંપર્કો દ્વારા ફાયદો થશે.

મીન રાશિ (સાડા સાતીનો બીજો તબક્કો):

મીન રાશિ પર સાડા સાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, જેને સૌથી વધુ કષ્ટદાયક માનવામાં આવે છે. આ રાશિના જાતકોએ ધીરજ રાખીને આગળ વધવાની સલાહ આપવામાં આવી છે. પરિવાર કે અંગત સંબંધોમાં મતભેદ થાય તો ગુસ્સે થવાનું ટાળવું અને વાતચીતથી મામલો ઉકેલવો. કોઈ મોટું જોખમ ન લેવું તેમજ આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવીને ચાલવું હિતાવહ રહેશે.