Mumbai

લાલબાગમાં ૬૮ વર્ષીય સ્થાનિકનું બેભાન થતાં અણધાર્યું મોત

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈના લાલબાગ વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન 4 વ્યક્તિના મોત થયા છે. ગુરુવારે રાત્રે 68 વર્ષીય વિજય આનેકર લાલબાગચા રાજા પંડાલ નજીક બેભાન થતાં ગ્લોબલ હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા. અગાઉ 17 સપ્ટેમ્બરે 25 વર્ષીય જયદીપ નેમાડે, અને 20 સપ્ટેમ્બરે 8 વર્ષની બાળકી તથા એક મહિલાનું વીજ કરંટથી મોત થયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલબાગમાં ૬૮ વર્ષીય સ્થાનિકનું બેભાન થતાં અણધાર્યું મોત

લાલબાગ વિસ્તારમાં ગણેશોત્સવ દરમ્યાન કુલ ચાર વ્યક્તિના મોત

મુંબઈ -  બઈના સુપ્રસિદ્ધ 'લાલબાગચા રાજા' ગણેશ પંડાલ નજીક ગુરુવારે રાત્રે ૬૮ વર્ષીય સ્થાનિક રહેવાસી વિજય આનેકર અચાનક બેભાન થઈ ગયા હતા. પાલિકા અધિકારીના જણાવ્યાનુસાર, તેઓ લાલબાગચા રાજા પંડાલની નજીક આવેલા હનુમાન મંદિર પાસે બેઠા હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા. આ ઘટના ગણેશોત્સવ દરમિયાન લાલબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ વચ્ચે બની હતી. આમ લાલબાગ વિસ્તારમાં ગણેશોત્સવ દરમ્યાન આ ચોથી વ્યક્તિનું મૃત્યુ થયું છે.

બેભાન થયા બાદ વિજય આનેકરને તાત્કાલિક પરેલ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં તપાસ કર્યા બાદ ડૉક્ટરે હોસ્પિટલ પહોંચવા પૂર્વે જ તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે તેમના મૃત્યુનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. આ અંગેની માહિતી કાલાચૌકી પોલીસ સ્ટેશન પાસેથી મળ્યા બાદ પાલિકા અધિકારીએ ઘટનાની વિગતો આપી હતી.

લાલબાગ વિસ્તારમાં ૧૨ દિવસીય ગણેશોત્સવ દરમિયાન આ ચોથી વ્યક્તિના મૃત્યુની ઘટના હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ પહેલાં ૧૭ સપ્ટેમ્બરે પુણેના ૨૫ વર્ષીય જયદીપ મેઘરાજ નેમાડેનું લાલબાગચા રાજા ગણપતિ પંડાલમાં તબિયત લથડયા બાદ મૃત્યુ થયું હતું. ત્યારબાદ ૨૦મી સપ્ટેમ્બરે એક આઠ વર્ષીય બાળકી અને મહિલાનું વીજળીનો આંચકો લાગતાં મોત થયું હતું. ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે.