જાહ્નવી કપૂર વિશેની ૪૦૦૦ લિન્કસ અદાલતમાં રજૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પર્સનાલિટી રાઈટ્સ પર રક્ષણ માગ્યું
જોકે, દિલ્હી હાઈકોર્ટની ટિપ્પણીઃ એકપક્ષી રક્ષણ આપશું તો લોકોનું વાણી સ્વાતંત્ર્ય જોખમાશે
મુંબઈ - જાહ્નવી કપૂરે તેના વિશેની વાંધાજનક સામગ્રી ઇન્ટરનેટ પર ફરતી થયા બાદ પોતાના પર્સનાલિટી રાઇટ્સનું રક્ષણ કરવા માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી.
જાહ્નવીના વકીલે તેના વ્યક્તિત્વના પાસાંઓ પરથી બિભત્સ સામગ્રી બનાવી નેટ પર વેપારી હેતુસર મુકવાની પ્રવૃત્તિ સામે વાંધો લઇ થર્ડ પાર્ટી દ્વારા થતી આવી હરકતો પર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી. વકીલે આવી વાંધાજનક સામગ્રી વિશેની ૪૦૦૦ લિન્ક અદાલતને સુપરત કરી હતી.
જોકે, કેસની સુનાવણી દરમ્યાન જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીએ નિર્દેશ આપ્યો હતો કે અદાલત વાંધાજનક સામગ્રી હટાવવા માટે એકપક્ષી આદેશ આપવા તૈયાર છે પણ આ ફિલ્મ પર્સનાલિટીને રીતનું રક્ષણ આપવામાં આવશે તો તેમની કોઇ પ્રકારની ટીકા નહીં થઇ શકે અને તેને કારણે વાણીસ્વાતંત્ર્ય પણ જોખમાશે.
જસ્ટિસ ભંભાણીએ સેલિબ્રિટીના પર્સનાલિટી રાઇટ્સની સાથે તેમની કાયદેસરની ટીકા કરવાના અને તેમના વિશે કટાક્ષ કરવાના અધિકારનું પણ રક્ષણ કરવા પર પણ ભાર મુકતાં જણાવ્યું હતું કે બંને વચ્ચે સંતુલન સાધવું જરૃરી છે.
અદાલતે આ મામલે ચૂકાદો આપતાં પહેલાં આ સામગ્રીનું યોગ્ય વર્ગીકરણ કરી રજૂ કરવા જણાવ્યું હતું. જેથી કાયદેસરની અભિવ્યક્તિનું દમન ન થાય.









