Morbi

મોરબીના રંગપર નજીક બંધ ફેક્ટરીમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
મોરબી નજીક રંગપર ગામની બંધ ઝીબોન સિરામિક ફેક્ટરીમાં CID ક્રાઈમ, ગાંધીનગર ટીમે દરોડો પાડ્યો હતો. ટીમે શંકાસ્પદ યુરિયા ખાતરની 804 બોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. બંધ ફેક્ટરીનો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હતો. ખેતીવાડી વિભાગે જથ્થો સીલ કરી, 6 સેમ્પલ જૂનાગઢ લેબમાં મોકલ્યા છે. રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી થશે. આ જથ્થો સરકારી હોવાનું અનુમાન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોરબીના રંગપર નજીક બંધ ફેક્ટરીમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો

મોરબી : મોરબી પંથકમાં બહારની એજન્સીઓ અને ટીમો અવારનવાર રેડ કરી કામગીરી કરતી હોય છે. સ્થાનિક પોલીસ હોય પછી અન્ય વિભાગો ઊંઘતા ઝડપાયા છે. ગત રાત્રીના સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ટીમે મોરબીના રંગપર નજીક બંધ સિરામિક ફેક્ટરીમાં દરોડો પાડી શંકાસ્પદ યુરિયા ખાતરનો ૮૦૪ બોરી જથ્થો ઝડપી લીધો હતો.
સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરની ટીમે ગત રાત્રીના જેતપર રોડ પર આવેલ રંગપર ગામ નજીક આવેલ બંધ પડેલા ઝીબોન સિરામિક ફેક્ટરીમાં દરોડો પાડતા શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો.૮૦૪ બેગ અલગ અલગ કંપનીના યુરિયા ખાતરની બેગનો જથ્થો અહી રાખવામાં આવ્યો હતો. બંધ ફેક્ટરીનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. આ અંગે ટીમે મોરબીના ખેતીવાડી વિભાગને જાણ કરતા હાલ જથ્થો સીલ કરવામાં આવ્યો છે.
રેડ અંગે મોરબીના નાયબ ખેતીવાડી (વિસ્તરણ) અધિકારી કેતન પરસાણીયાએ જણાવ્યું હતું કે, સીઆઇડી ક્રાઈમ ટીમે જાણ કરતા ખેતીવાડી ટીમ સ્થળ પર પહોંચી હતી. અને અલગ અલગ કંપનીની કુલ ૮૦૪ યરિયા ખાતરની બેગનો જથ્થો મળી આવ્યો હતો. જે હાલ સીલ કરવામાં આવ્યો છે. અને ૬ સેમ્પલ લઈને જૂનાગઢ ખાતે લેબ ટેસ્ટ માટે મોકલ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.આ જથ્થો પ્રાથમિક દ્રષ્ટીએ જથ્થો સરકારી હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.