Gujarat

વાંકાનેર : રૂ. 5.13 લાખના વિદેશી દારૂ સાથે રાજકોટનો નામચીન બુટલેગર ઝડપાયો

By GS Team
13 Jun 20201 min read
This article was originally published on 13 Jun 2020
વાંકાનેર : રૂ. 5.13 લાખના વિદેશી દારૂ સાથે રાજકોટનો નામચીન બુટલેગર ઝડપાયો

મોરબી, તા. 13 જૂન 2020 શનિવાર 

વાંકાનેર તાલુકાના જોધપર ગામની ખારીમાંથી તથા લિબાળાની ધાર પાસે આવેલ ગોડાઉનમાં વાંકાનેર પોલીસે બાતમીના આધારે

દરોડો પાડી રૂ. 5.13 લાખનો વિદેશી દારૂ સાથે રાજકોટના નામચીન બુટલેગરને ઝડપી લીધો હતો. આ વિદેશી દારૂની હેરાફરીમાં અન્ય બે શખ્સોને નામો ખુલ્યા છે.

વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસે શુક્રવારે સાંજે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના જોધપર ગામની ખારીમાંથી તથા લિબાળાની ધાર પાસે આવેલ ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે આ સ્થળેથી અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારુનો બોટલો નંગ 2880 મળીને કિંમત રૂ. 5,13,600 સાથે રાજકોટના કુખ્યાત બુટલેગર ફિરોજભાઈ હાસમભાઈ સંધીને ઝડપી લીધો હતો.

આ દારૂની હેરાફરીમાં નિર્મળ ઉર્ફે લાલો હંસરાજ માણેક, ધવલ રસિક સાવલિયાની સંડોવણી ખુલી હતી અને આ ત્રણેય શખ્સો આ ગોડાઉનના ઓઠા હેઠળ દારૂનો વેપલો કરતા હોવાનું પણ ખુલ્યું છે. જ્યારે ફિરોજ ઈંગ્લીશ દારૂનો વેપલો કરવામાં રાજકોટનો કુખ્યાત બુટલેગર અને મૂળ વાંકાનેરનો રહેવાસી છે. 

તેની સામે અગાઉ વાંકાનેર સીટી પોલીસ મથકે દારૂના ગુના નોંધાયેલા છે. આ મોટાગજાનો બુટલેગર હોય અને તેના ઉચ્ચ લેવલના સેટીંગના હોવાના કારણે કોઈ નાના પોલીસ સ્ટેશનો તેની સામે કાર્યવાહી કરતા અચકાતા હોવાની પણ ચર્ચા છે. ત્યારે વાંકાનેર તાલુકાના પીએસઆઇએ આ મોટાગજાના બુટલેગરને ઝડપીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.