Morbi

જેતપર, જીકીયારી, વાઘપર ગામે ભાજપને પ્રવેશબંધીનાં બોર્ડ લાગ્યાં

By GS Team
2 Aug 20261 min read
TukuTouch Logo
મોરબીના જેતપર, જીકીયારી અને વાઘપર ગામોમાં ખેડૂતોએ ભાજપના પ્રવેશબંધીના બેનરો લગાવ્યા છે. વીજલાઈન વળતર મુદ્દે પોણા બે માસથી સત્યાગ્રહ છાવણીમાં લડત ચલાવી રહેલા ખેડૂતોની માંગણીઓ ન સંતોષાતા, ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત માંગવા ન આવવા જણાવ્યું છે. આ વિરોધ અન્ય ગામોમાં પણ ફેલાઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જેતપર, જીકીયારી, વાઘપર ગામે ભાજપને પ્રવેશબંધીનાં બોર્ડ લાગ્યાં

મોરબી: વીજલાઈન વળતર મુદે જેતપર ખાતે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં ખેડૂતો પોણા બે માસથી લડત ચલાવી રહ્યા છે છતાં સરકાર ખેડૂતોની માંગણી મુદે મચક આપતી નથી. આથી, ખેડૂતોએ હવે પ્રવેશબંધીના બેનરો લગાવવાનું શરૂ કર્યું છે. જેતપર, જીકીયારી અને વાઘપર ગામમાં 'ભાજપના ઉમેદવારે મત માંગવા આવવું નહિ' તેવા બેનરો લગાવી દેવામાં આવ્યા છે.
મોરબીના જેતપર ગામના ગેટ પર બેનર લગાવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આગામી ૨૦૨૭માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પક્ષે જેતપર ગામે મત માંગવા આવવું નહીં અને બેનરમાં નીચે જેતપર ગામ સમસ્ત લખવામાં આવ્યું છે.
તે ઉપરાંત વાઘપર ગામ સમસ્ત દ્વારા પણ આવું બેનર બનાવ્યું છે, જેમાં પણ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પક્ષે વાઘપર ગામે મત માંગવા આવવું નહિ તેમ જણાવી દેવાયું છે. તો જીકીયારી ગામમાં પણ ભાજપ નેતાના બહિષ્કારના બેનરો લાગી ગયા છે. હાલ ત્રણ ગામોએ પ્રવેશબંધીની જાહેરાત કરી દીધી છે. તેમજ આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ વિરોધના બેનરો લાગે તો નવાઈ નહીં.