Mera Bharat Mahan

થી ઈન-વન વરરાજા

By GS Team
25 Sep 20265 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના હસનપુર ગામના યુવક સાથે 3 બહેનોએ લગ્ન કર્યા. આ ઘટનાથી ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ, તરણેતરના મેળામાં લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણીએ 30 મિનિટમાં 28 લાડુ ખાઈને ₹2000નું ઇનામ જીત્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

થી ઈન-વન વરરાજા
  • મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

જુદા જુદા ત્રણ ટેસ્ટવાળો થ્રી-ઈન-વન આઈસક્રીમ કોને ન ભાવે? એમાં પણ જો સામેથી કોઈ એમનેમ થ્રી-વન આઈસક્રીમ ખવડાવે તો તો પછી એની મજા જ કંઈક ઔર હોય. ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના હસનપુર ગામના એક નસીબવંતા યુવકને સામેથી આવી જ રીતે સંસારરસના જુદા જુદા ત્રણ ટેસ્ટ માણવાનો મોકો મળ્યો. કારણ કે ત્રણ બહેનોએ આ યુવક સાથે લગ્ન કરી લીધા. એમાં એવું થયું કે બે સગી બહેન અને ત્રીજી કઝીન સિસ્ટર ત્રણેય હંમેશા ભેગીને ભેગી રહેતી. ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટીવ રહેતી બહેનોમાંથી સૌથી મોટી બહેનના લગ્ન નક્કી થયા. પરંતુ એકબીજાથી છૂટા પડવું પડશે એવું સપનામાં પણ વિચાર્યું નહોતું. એટલે છૂટા ન પડવું પડે એ માટે ત્રણેય બહેનોએ આત્મહત્યા કરવાનું વિચાર્યું. એક ઓળખીતા યુવકે ત્રણેયને અંતિમ પગલું ભરતાં રોકી. ત્યાર પછી ત્રણેય બહેનોએ એ યુવક સાથે જ લગ્ન કરી લીધા. આ અજબ ઘટના વિશે જાણીને કહેવું પડે કેઃ
ફિલમ જોઈ હતી
એક ફુલ દો માલી
પણ ગંગાતટના ગામે
તીન ફુલ એક માલી.
અડધા કલાકમાં ઝાપટી ગયો ૨૮ લાડુ
મન મળે ત્યાં મેળો. જ્યાં ખરા મનથી માણસ મેળે મેળે જાય એને કહેવાય મેળો. સૌરાષ્ટ્રમાં થાન પાસેનો તરણેત્તરનો મેળો આવો જ મેળો છે. તાજેતરમાં જ તરણેત્તરના લોકમેળામાં લાડુ ખાવાની મજેદાર હરિફાઈ યોજાઈ હતી. કોઈ આઠ-દસ લાડુ ખાઈને હાંફી ગયા તો કોઈ દસ-બાર લાડું ખાઈને ગળા સુધી આવી ગયા. પરંતુ આ બધાની વચ્ચે ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણી નામના ભડવીરે ૩૦ મિનિટમાં વધુમાં વધુ લાડુ ખાવાનો પડકાર ઝીલી લીધો. લાડુની સાથે દાળ પણ પીરસવામાં આવી હતી જેથી એકલો લાડુ ગળામાં કોરો ન લાગે. તો ભાઈ આ બળવાન બળવંતભાઈ એક પછી એક લાડુ ખાતા જાય અને દાળ પીતા જાય. આમ તેમણે ૩૦ મિનિટમાં ૨૮ લાડુ ઓહિયા કરી જઈ લાડુ સમ્રાટનો ખીતાબ જીત્યો અને બે હજાર રૂપિયાનું રોકડ ઈનામ મેળવ્યું. એક જમાનામાં હળવદના બ્રાહ્મણો લાડુ ખાવામાં ચેમ્પિયન ગણાતા. નાતના જમણવાર વખતે ભૂદેવો પહોંચી જાય અને લાડુ પર તડી બોલાવે. એક દિવસ એક બ્રાહ્મણે પંદરેક લાડુ ખાધા પછી વસમું લાગ્યું. ડોકટરને બોલાવ્યા. ડોકટરે તપાસીને કહ્યું કે આ એક ગોળી ખાઈ જાવ સારૃં થઈ જશે. ભૂદેવે કહ્યું ડોકટર સાહેબ પેટમાં ગોળીની જગ્યા હોત તો અડધો લાડુ ન ખાઈ લેત? લાડુની આ સ્પર્ધા વિશે જાણીને કહેવું પડે કેઃ
ખરા લાડુ ઝાપટનારાને
કોઈ ન આવે આડું
આ લાડુસમ્રાટો તો એક
પછી એક ઝાપટે લાડુ.
સાધુનો વેષ સંસ્કાર અને ચરિત્ર
સ્વામી વિવેકાનંદ ૧૮૯૩માં પહેલી વાર અમેરિકા ગયા ત્યારનો કિસ્સો છે. શિકાગોની સડક ઉપર સ્વામી વિવેકાનંદ ટહેલવા નીકળ્યા હતા. શરીર ઉપર સીવેલ ું વસ્ત્ર નહીં, ભગવા સાધુના વેશમાં સ્વામીજી જતા હતા. અમેરિકનો આવા સાધુ વેષથી અણજાણ હતા. એટલે નજીકમાંથી એક અમેરિકન કપલ પસાર થતું હતું એમાં પત્નીએ સ્વામીજીને જોઈને ધીરેકથી ઈગ્લિશમાં પતિને કહ્યું હતું કે 'મને નથી લાગતું કે આ માણસ જેન્ટલ મેન છે.' સ્વામીજી જરાય નારાજ થયા વિના નમ્રતા પૂર્વક બોલ્યા કે માફ કરજો મેડમ, આપના દેશમ ાં કોઈને જેન્ટલમેન બનાવવામાં ટેલરની ભૂમિકા મહત્ત્વની હોય છે, પરંતુ હું જે ભારત દેશથી આવ્યો છું એ ભારતમાં કોઈ વ્યક્તિનું ચરિત્ર તેને જેન્ટલમેન બનાવે છે.' વિવેકાનંદજીનો જવાબ સાંભળીને અમેરિકન કપલ તો સ્તબ્ધ બની ગયું. સ્વામીજીએ પોતાના જવાબથી એ મહિલાની ખોટી ધારણાનો ભૂક્કો બોલાવી દીધો એટલું જ નહીં અમેરિકા અને ભારતની સંસ્કૃતિ વચ્ચે શું તફાવત છે એ એક જ વાક્યમાં સ્પષ્ટ કરી દીધું. કોઈ વ્યક્તિની ઓળખ તેના વસ્ત્રો કે બહારના દેખાવથી નહીં પણ તેના આચરણ અને ચરિત્રથી થાય છે.
કોઈ ડી.જે.થી માણસને રંજાડે તો કોઈ ડીજેથી ગીધને બચાવે
સોશ્યલ મિડિયામાં કોઈના મૃત્યુના સમાચાર વાંચીને આપણે ઓમ શાંતિ લખી દિલસોજી વ્યક્ત કરીએ છીએ. પણ ધાર્મિક ઉત્સવો વખતે કરવામાં આવતા ડી.જે. અને ડોલ્બી સાઉન્ડના ઘોંઘાટથી કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે મનોમન થાય કે હવે ખરેખર તેને શાંતિ મળશ ગણેશોત્સવ વખતે ડી.જે.ના ઘોંઘાટ સામે જાગૃત નાગરિકોએ જબરજસ્ત આંદોલન છેડયું હતું. મહારાષ્ટ્રના એક મહિલા પ્રધાને ડી.જે.ના કાનફાડ ઘોંઘાટ કોઈ પણ હિસાબે બંધ થવો જોઈએ એવો મત વ્યક્ત કરતા કહ્યું હતું કે ગયા વર્ષે ડી.જે.ના આ પ્રચંડ અવાજથી અટેક આવતા મારા પિત્રાઈ ભાઈનું મૃત્યુ થયું હતું. જોકે ધરમના નામે ધાંધલ ધમાલ કરવામાં માનતા લોકોની બહુમતી જ હોય છે. પુણેની જ એક યુવતીએ પોતાનો વસમો અનુભવ વર્ણવતા કહ્યું કે તેના વયોવૃદ્ધ પિતા બિમ ાર હતા ત્યારે ડી.જે.ના અવાજથી ત્રાસી જતા. બારી અને બારણાં ડી.જે.ના લાઉડ સાઉન્ડને લીધે થરથરી ઉઠતા. એટલે દસ વર્ષથી રસ્તા પર પડતી બારી ખોલી જ નહોતી શકી. પિતાને ધ્વનિ-પ્રદૂષણના ત્રાસમાંથી છોડાવવા પુણેથી પોતાના ગામડે લઈ ગઈ ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ યુવતીએ સ્વાનુભવને આધારે ડી.જે. વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તેને લીધે જાણે તેનો અઘોષિત સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો. સોસાયટીના રહેવાસીઓએ બોલવાનું બંધ કરી દીધું. મિત્રો અને બહેનપણીઓ બધા જ દૂર થઈ ગયા. ડી.જે.નો વિરોધ કરવો હોય તો ફલેટ વેંચી નાખવા માટે દબાણ કરવા માંડયા. જો કે આ યુવતી ડી.જે. વિરોધી મતને મક્કમ પણે વળગી રહી છે. જ્યારે બીજી બાજુ મહારાષ્ટ્રના જ અલીબાગ પાસેના ચિરગાંવ નામનું એક ગામ છે. આ ગામ પાસેના જંગલ વિસ્તારમાં ગીધનું સંવર્ધન કેન્દ્ર ચાલે છે. આ બધા ગીધોને ડી.જે.ના ભારે ઘોંઘાટથી ત્રાસ ન થાય માટે ગીધોના ગામ તરીકે ઓળખાતા ચિરગાંવમાં છેલ્લૉ ૧૭ વર્ષથી ગણેશોત્સવની ડી.જે. કે મોટી સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ વિના શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ડી.જે.ના ઉપયોગ પર કાયદાથી પ્રતિબંધ નથી મૂકાયો, ગ્રામજનોએ મળીને સ્વેચ્છાએ જ આ નિર્ણય લીધો છે. આમ ધાર્મિક ઉત્સવોની ઉજવણી વખતે શહેરોમાં ધમાલ લાગે છે અને ગીધના ગામમાં શાંતિની કમાલ લાગે છે.
દુશ્મન દેશમાં પણ દુંદાળા દેવનો જયજયકાર
ગણેશોત્સવમાં દેશમાં ખૂણેખૂણે અને પરદેશમાં વસતા ભારતીયોના ઘરમાં ગણપતિ બાપ્પાના જય જયકારના નારા ગાજી રહ્યાં છે એટલેું જ નહીં દુશ્મન દેશ પાકિસ્તાનમાં પણ ધામધૂમથી દુંદાળા દેવને માનપાનથી વધાવી ઉમંગભેર ઉજવણી કરવામાં આવી છે. પાકિસ્તાનના સિંઘ પ્રાંતના કરાચી શહેરમાં વસતા મૂળ મહારાષ્ટ્રના કોંકણના વતનીઓ દ્વારા ગણેશોત્સવની ઉજવણીમાં ત્યાંના સિંધી, પંજાબી અને ગુજરાતી પરિવારો પણ સામેલ થાય છે. કરાચીમાં મરાઠી ભાષીઓની વસતી ૭૦૦ની આસપાસ છે.આ કોંકણીઓના પૂર્વજો ૧૭૬૧ના પાણીપતના યુદ્ધ વખતે કોકણથી ઉત્તર તરફ ગયા હતા. એમના વારસો ભારતના ભાગલા પછી પાકિસ્તાનમાં જ સ્થાયી થઈ ગયા હતા. કોકણમાં ગણેશોત્સવ એટલે વર્ષ દરમ્યાનનો સૌથી મોટો તહેવાર ગણાય છે. એટલે પાકિસ્તાનમાં વસતા કોકણીઓએ આ પરંપરા જાળવી રાખી છે. આ વખતે ગણપતિ દાદાની પાંચ ફૂટની પ્રતિમાની મંડપમાં સ્થાપના કરીને જોશભેર ભજન-કિર્તનની રમઝટ બોલાવ ીને ઉજવણી કરવામાં આવ્યા બાદ પ્રતિમાનું કરાચીના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વસમા પાડોશી પાકિસ્તાનમાં દુંદાળા દેવ ભાવપૂર્વક પૂજાય ત્યારે ભલભલા ગણેશ ભક્તોના હૈયા હરખાય.
પંચ-વાણી
દુકાળ જ્યારે કાળ બને
ત્યારે પ્રભુને કરો સાદ
પ્રભુ આપશે વરસાદનો પર-સાદ