Gujarat

વિસનગરમાં એક, અમીરગઢ બે કેસ સાથે ઉ.ગુ.માં કોરોના સિંગલ ફીગરમાં સમેટાયો

By GS Team
28 Feb 20222 mins read
This article was originally published on 28 Feb 2022
વિસનગરમાં એક, અમીરગઢ બે કેસ સાથે ઉ.ગુ.માં કોરોના સિંગલ ફીગરમાં સમેટાયો

મહેસાણા,પાલનપુર,પાટણ,તા.27

ઉત્તર ગુજરાતમાં ઉનાળાની ગરમીના અહેસાસ સાથે કોરોના ધીમે-ધીમે મંદ પડી રહ્યો છે. જો કે વાઇરલજન્ય રોગ હોવાથી કોરોના સંક્રમણ અંગે લોકો ચિંતામાં છે. આજે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા પૈકી પાટણ જિલ્લો એકપણ કેસ સામે ના આવતાં કોરોના મુક્ત બન્યો છે. જ્યારે મહેસાણા જિલ્લામાં માત્ર -૦૧ કેસ તથા બનાસકાંઠા -૦૨ કેસ મળી કુલ ૦૩ કેસ નોધાતાં રહીશો અને આરોગ્યતંત્રએ હાશકારો અનુભવાયો છે.

મહેસાણા જિલ્લામાં કેટસાક દિવસોથી કોરોના સંક્રમિત દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેમાં આજે રવિવારના રોજ મહેસાણા જિલાલના વિસનગરમાં એક માત્ર ૧૯ વર્ષીય મહિલા કોરોનામાં સપડાઇ છે. જ્યારે  અન્ય૦૯ તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ગાયબ થયો છે. ૨૭ મી ફેબુ્રારી સુધીમાં ૪૭૮૫૬૬ના સેમ્પલ લેવાયા થે. જે પૈકી ૪૭૮૫૪૪નો રિપોર્ટ નેગેટીવ આવેલ છે.જેમાં ૧૮૬૮ સેમ્પલનુ રિઝલ્ટ આવેલ છે. જે તમામ નેગેટીવ આવ્યા છે.ખાનગી લેબમાં ૦૧ કોરોના પોઝીટીવ નોંધાયો છે. હજુ પેન્ડીગ  રિઝલ્ટ ૬૫ છે. ૧૧ દર્દી સાજા થતાં રજા અપાઇ છે. એકટીવ કેસ ૨૨ સામે આવ્યા છે.જ્યારે પાટણ જિલ્લામાં  આજે એક પણ કેસ ન નોંધાતાં કોરોના મુક્ત બન્યો છે. તેમ છતાં હજુ પેન્ડીગ કેસ૧૨૯૭ તેમજ ૩૮ દર્દી હોમઆઇસોલેશન  પર છે. આજદિન સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાં ૨૮૩૨  તતા શહેરી વિસ્તારમાં ૧૭૭૪ મલી કુલ ૪૬૦૬ કોરોના પોઝીટીવ કેસ નોધાયા છે.બનાસકાંઠા જિલ્લામાં પણ  અમીરગઢ મા માત્ર ૦૨ કેસ સામે આવ્યા છે. જ્યાર અન્ય૧૩ તાલુકા કોરોના મુકત બન્યા છે.જેમાં આરટીપીસીઆરમાં ૧૩૧૨ તથા એન્ટીજન ૪૨૯ મળી ૧૭૪૧ ના સેમ્પલ લેવાયા છે. જેમાં માત્ર ૦૨ કેસ સામે આવ્યા છે.૧૮દર્દી સાજા તથાં તેમને રજા અપાઇ છે. જ્યારે એક્ટિવ ૬૩ કેસ નોંધાયા છે.