Mahisagar

મહીસાગર: સંતરામપુરના હીરાપુર નજીક ST બસ અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર, 2 યુવકના મોત, 1 ગંભીર

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
મહીસાગરના સંતરામપુર નજીક હીરાપુર પાસે ST બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. દાહોદ ડેપોની બસ સાથે ટક્કર થતા બાઈક પર સવાર 3 મિત્રોમાંથી 2ના કરૂણ મોત થયા છે. ગાંધીનગર અને બાયડથી વતન પરત ફરતા ગોવિંદ પારગી અને હર્ષદ કલારાનું ઘટનાસ્થળે જ અવસાન થયું. અન્ય એક મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહીસાગર: સંતરામપુરના હીરાપુર નજીક ST બસ અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર, 2 યુવકના મોત, 1 ગંભીર

Santrampur ST Bus-Bike Accident: મહીસાગર જિલ્લાના સંતરામપુરના હીરાપુર નજીક ST બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. જેમાં એક જ બાઈક પર સવાર ત્રણ મિત્રોમાંથી બેના મોતની નીપજ્યા છે, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

સંતરામપુરના હીરાપુર નજીક ST બસ અને બાઈક વચ્ચે ભયંકર ટક્કરમાં 2 યુવકના મોત

મળતી માહિતી મુજબ, ગાંધીનગર અને બાયડથી પોતાના વતન પરત ફરતા ત્રણ મિત્રો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં રસ્તામાં પીટોલ-પાટણ રૂટની દાહોદ ડેપોની ST બસ સાથે બાઈકની ભયંકર ટક્કર થતાં અકસ્મતમાં ગોવિંદ શંકરભાઈ પારગી અને હર્ષદભાઈ રાયસિંગભાઈ કલારાનું મોત નીપજ્યું છે. જ્યારે હર્ષદભાઈ અછિનભાઈ ચરપોટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મૃતક ગોવિંદ પારગી ગાંધીનગરમાં અભ્યાસ કરતો હતો અને બે મિત્રો બાયડમાં મજૂરી કરતા હોવાનું જણાય છે. ત્રણેય મિત્રો ઝાલોદ તાલુકાના અલગ-અલગ ગામોના વતની હોવાની પ્રાથમિક માહિતી છે. અકસ્માતની જાણ થતાં સંતરામપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.