Mahisagar

મહીસાગરમાં 13 PSIની આંતરિક બદલી, કરોડોનો દારૂ ઝડપાયા બાદ બાલાસિનોરના PIનું ટ્રાન્સફર

By GS Team
13 Jul 20261 min read
TukuTouch Logo
મહીસાગરમાં 13 PSIની આંતરિક બદલી કરાઈ છે. SMCની રેડમાં બાલાસિનોરમાંથી રૂ. 1.50 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયા બાદ જિલ્લા પોલીસ વડાએ આ નિર્ણય લીધો છે. બાલાસિનોરના PSIને સંતરામપુર બદલવામાં આવ્યા છે. આ બદલીથી જિલ્લા પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહીસાગરમાં 13 PSIની આંતરિક બદલી, કરોડોનો દારૂ ઝડપાયા બાદ બાલાસિનોરના PIનું ટ્રાન્સફર

Mahisagar News: મહીસાગરમાં બાલાસિનોર PI અને 13 PSIની આંતરિક બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, SMCની રેડમાં બાલાસિનોરમાંથી રૂ.1.50 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો હતો. આ બધા વચ્ચે જિલ્લા પોલીસ વડાએ બાલાસિનોર ટાઉન PI બી.એમ. પટેલ અને અન્ય તાલુકાના કુલ 13 PSIનો બદલીનો હુકમ કર્યો છે.

SPના હુકમ અનુસાર, બાલાસિનોર ટાઉનના PIને લીવ રિઝર્વ અને PSIને સંતરામપુર ખાતે બદલી કરાઈ છે. જિલ્લામાં આંતરિક બદલીને પગલે જિલ્લા પોલીસ તંત્રમાં હડકંપ જોવા મળી રહ્યો છે.

image.png
image.png