Magazines

શિયાળાની મોસમ .

By GS Team
23 Dec 20193 mins read
This article was originally published on 23 Dec 2019
શિયાળાની મોસમ            .

જીવનમાં રંગ નથી તો કંઈ નથી. આગ ઝરતી ગરમીમાં આછા રંગ તન-મનને ઠંડક  આપે છે. તો શિયાળામાં લાલ, કાળો, વાદળી, લીલો,  કેસરી, મજન્ટા, ઘેરો લીલો, ઘેરો પીળો વગેરે તમામ ઘેરા રંગ મોસમની ઠંડકમાં ગરમીને અને મેટાલિક ગ્રે કલર વાતાવરણમાં ખુશીનો અહેસાસ કરાવે છે.વળી શિયાળામાં જાડાં-જાડાં કપડાં પહેરીને પણ આરામથી ફરી શકાય છે. સાવ હળવા  સ્કર્ટના બદલે જીન્સ પેન્ટ અને જેકેટ પણ પહેરી શકાય છે.  સાડીઓમાં સિલ્ક, હાફસિલ્ક કે સાટીન અને ડ્રેસમાં કોટ્સવુલનો  ભરપૂર ઉપયોગ શિયાળામાં જ કરી શકાય છે.

ઓફિસ માટે કે દિવસ દરમિયાન ક્યાંય બહાર જતી વખતે બ્લ્યુ જીન્સ પેન્ટની ઉપર પીળું કે સફેદ પુલોવર અને તેના પર બ્લ્યુ જેકેટ અથવા બ્લેક જીન્સ અને જેકેટ સાથે લાલચટક ગરમ બ્લાઉઝ અને લાલ રંગનો સ્કાર્ફ તમને ઠંડીથી તો બચાવશે જ, સાથે સાથે ચુસ્ત અને સ્ફૂર્તિલા પણ બનાવશે.તમે જો સ્કર્ટ પહેરવા ઈચ્છતાં હો તો કોમ્બિનેશન સેટ બનાવીને પહેરો. સ્કર્ટની અંદર સાઈકલ શોર્ટ્સ  અથવા ચપોચપ સ્લેક્સ જરૂર પહેરો નહીંતર પગ ઠરી જશે.

ઠંડી વધારે હોય તો ચટક રંગના સ્વેટર ટ્વિન સેટમાં પણ પહેરી શકો છો. એટલે કે સ્લિવલેસ સ્વેટરની ઉપર એ જ રંગનું પ્લેન અથવા સેલ્ફ કે એવા કોઈ કોમ્બિનેશનમાં બાંયોવાળું ખૂલતું સ્વેટર ઠંડીથી તો રક્ષણ આપશે જ સાથોસાથ સુંદર પણ દેખાશે.પશ્ચિમી ડ્રેસની સાથે નાના-મોટા સ્કાર્ફ અને શાલ પણ સારાં લાગે છે. સ્કાર્ફને સામેની બાજુએ ગાંઠ વાળીને કે માત્ર એક તરફ ખભા પર પણ રાખી શકાય છે. રંગબેરંગી મેચિંગ કોન્ટ્રાસ્ટ ડિઝાઈનની શાલ સીધેસીધી પણ ઓઢી શકો છો.

શિયાળામાં ભારે અને મોટાં ઈયરિંગ ટોપ્સ, નેકલેસ વગેરે કોસ્ચ્યુમ જ્વેલરી પણ પ્રસંગાનુસાર છૂટથી પહેરી શકાય છે. એ જ રીતે પશ્ચિમી ડ્રેસની સાથે શૂઝ અને બેલી પહેરી શકો છો. તેમની સાથે તમારી ત્વચાના રંગના કે કપડાંને મેળ ખાતા રંગના મોજાં પહેરી શકાય.ભારતીય વેશભૂષામાં પણ તમે શિયાળા દરમિયાન નવીનતા ઊભી કરી શકો છો. રેશમી સાડી સાથે ઊનનું કે મખમલનું મેચિંગ ભરત ભરેલું બ્લાઉઝ પહેરો. અનેક રંગમાં મળતી પશ્મીના અને ફ્લુ ખીણની શાલ પણ સાડી અને સૂટ સાથે મેચ થાય છે.

વધુ નવીનતા ખાતર સાડી સાથે ટ્વિન સ્વેટર પણ પહેરી શકાય છે એમાં નીચેનાં બાંય વિનાના સ્વેટર પર સાડીનો પાલવ નાખીને ઉપર બાંયવાળું સ્વેટર પહેરી શકો છો અથવા તો પાલવને ગળાની પાછળથી આગળ લાવીને બીજા ખભા બાજુથી આગળ પહોળા કરી દો અને ઉપર બાંયવાળું સ્વેટર પહેરી તેના બટન બંધ ન કરો.

સાડી સાથે જોે બંધ ગળાનું સ્વેટર પહેરવાં ઈચ્છતાં હો તો સાડીની પાટલી વધારે વાળીને પાલવને ખભાના  બદલે કમર ફરતે જ લપેટીને ખોસી લો. આ રીતે સાડી બની જશે. ફૂલલેન્થ સ્કર્ટ અને તેની ઉપર ભરત ભરેલું રંગીન સ્વેટર  સુંદર દેખાશે. તેની સાથે કોઈપણ આભૂષણ ચાલશે.ભારતીય પોશાક સાથે બેલી કે બંધ અથવા ખુલ્લાં સેંડલ અને તેના મેચિંગમાં જ પર્સ પસંદ કરશોતો વધુ સુંદર લાગશે અને જો ઠંડી વધારે હોય તો સાડીની નીચે સાઈકલ શોર્ટ્સ કે સ્લેક્સ પહેરી શકો છો.

શિયાળામાં મેકઅપ પણ ઘેરો જ હોવો જોઈએ. તેવી રીતે લાલ, મરૂન અથવા કૉફી રંગની નેઈલપોલિશ અને લિપસ્ટિક ખૂબ સુંદર લાગશે.લાલ, બ્લ્યુ, પીળો, લીલો અને કાળો રંગ શિયાળાના રંગ માનવામાં આવે છે. શિયાળામાં ફૂલો પણ આ રંગના જ હોય છે. એટલે કુદરતની જેમ જ મોહક રંગોને ધ્યાનમાં રાખીને એવાં જ વસ્ત્રો પહેરો અને ફૂલોની જેમ જ તમારું વ્યક્તિત્વ ખીલવો.