Magazines

વિશ્વની અધ...ધ... 2700થી વધુ ભાષાઓ

By GS Team
18 Oct 20191 min read
This article was originally published on 18 Oct 2019
વિશ્વની અધ...ધ... 2700થી વધુ ભાષાઓ

પ્રાચીન કાળમાં શિલાલેખોમાં વિવિધ પ્રકારની લિપિ જોવા મળે છે પરંતુ માણસ વ્યવસ્થિત ભાષા બોલતાં ક્યારે શીખ્યો તે અંગે વિજ્ઞાાનીઓ મુંઝવણમાં છે. ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં મેસોપોટેનિયામાં સાંકેતિક ભાષાની શરૂઆત થઈ હતી. આજે વિશ્વભરમાં ૨૭૦૦ કરતાં વધુ ભાષા બોલાય છે અને તે પણ ૭૦૦૦ જેટલી જુદી જુદી લઢણ સાથે.

સૌથી વધુ ભાષા ઈન્ડોનેશિયામાં છે. ત્યાં લગભગ ૩૬૫ જેટલી ભાષાઓ બોલાય છે. આફ્રિકાના દેશોમાં એક હજાર કરતાં વધુ ભાષાઓ છે. વિશ્વની સૌથી જટિલ ભાષા સ્પેનની છે. તેની બાસ્કી ભાષા અન્ય કોઈ ભાષા સાથે સંકળાયેલ નથી. અંગ્રેજી પછી સૌથી વધુ બોલાતી ભાષા મેન્ડેરિન છે. સંસ્કૃતિઓનો મેળાપ થાય ત્યારે જુદી ભાષા પેદા થઈ છે.

એકલા લંડનમાં જ અંગ્રેજી ભાષા લગભગ ૭૦૦ લઢણથી બોલાય છે. સોમાલિયા એક જ દેશ એવો છે કે જ્યાં આખા દેશમાં સોમાલી ભાષા જ બોલાય છે. ભારતમાં રાજ્ય પ્રમાણે અલગ અલગ ભાષાઓ છે તેમાંય જાતજાતની લઢણો હોય છે. ગુજરાતી ભાષામાંય કાઠીયાવાડી, કચ્છી, ઉત્તર ગુજરાતની ખાસ ગઢણ જેવી વિવિધતા જોવા મળે છે.