Magazines

મજબૂત અને સૌથી વધુ કામ: આંખના પોપચાં

By GS Team
24 Jan 20202 mins read
This article was originally published on 24 Jan 2020
મજબૂત અને સૌથી વધુ કામ: આંખના પોપચાં

માણસ સહિત તમામ પ્રાણીઓની આંખ પલકારા મારતી હોય છે. આંખ ઊપરના પોપચાં આપણને ખબર ન પડે તેમ સૌથી વધુ કામ કરતો અવયવ છે. આપણી આંખ સરેરાશ પાંચ સેકંડે એક એમ મિનિટમાં બાર વખત પલકારા મારે છે. જાગતા હોઈએ ત્યારે આંખ કેટલીવાર પલકારા મારે તેનો આંકડો નવાઈ લાગે એટલો મોટો થાય. 

પોપચાં ને આટલું કામ કરવું જરૂરી પણ છે. આંખનો ડોળો એક જાતની લેન્સ છે. તેને રક્તવાહિનીઓ હોતી નથી. એટલે લોહી કે ઓક્સિજન મળતાં નથી. વાતવરણમાં ઊડતાં ધૂળના રજકણો આંખની કીકી પર ચોંટે તેને સતત સાફ કરવા જરૂરી છે. આંખ ના પોપચાં આ કામ કરે છે. પોપચાંની નીચે પ્રવાહીનું પાતળું પડ હોય છે. 

જે કીકીને સતત ભીની રાખે છે તેથી તે વાતાવરણમાંથી સીધો જ ઓક્સિજન મેળવી શકે. આંખના પલકાર અનૈચ્છિક ક્રિયા છે. આંખ ઉપર જોખમ ઊભું થાય તો આપણી ઇચ્છા ન હોય તો પણ આંખ બંધ થઈ જાય છે. આમ પોપચાં સતત જાગ્રત રહી આંખોનું રક્ષણ કરે છે.

આ થઈ માણસના પોપચાંની વાત પણ પ્રાણીઓમાં તો પોપચામાં ય ઘણી અજાયબી જોવા મળી. કાયમ રણમાં રહેતાં ઉંટને ત્રણ પડવાળા પોપચાં હોય છે. ધ્રુવપ્રદેશના રીંછ પોલર બેરની આંખો પર એક વધારાનું પોપચું હોય છે. અલ્ટ્રાવાયો લેટ કિરણોને રોકે છે. હેમ્સટરની બંને આંખના પોપચાં વારાફરતી પલકારા મારે છે. ગિયાન પિગ્સનાં બચ્ચાં જન્મે ત્યારે આંખો ખુલ્લી હોય છે.