Magazines

ઇજિપ્તનો વિરાટ કરોળિયો

By GS Team
20 Dec 20191 min read
This article was originally published on 20 Dec 2019
ઇજિપ્તનો વિરાટ કરોળિયો

ઇજિપ્તની દંતકથાઓમાં ભયાનક હિંસક અને વિરાટ કદના વીંછી, કરોળિયા અને કીડી જેવા જંતુઓની ઘણી વાતો પ્રચલિત છે. આ વાતો અતિશયોક્તિભરેલી હોય છે પરંતુ ઇજિપ્તમાં જોવા મળતા કેમલ સ્પાઇડર કરોળિયા કદમાં ભલે નાના હોય પણ ભયાનક અને હિંસક તો હોય છે.

રણપ્રદેશમાં થતા આ કરોળિયા ૧ ફૂટ લાંબા હોય છે. તેને આઠ પગ હોય છે કેમલ સ્પાઇડરમાં પણ જુદી જુદી હજાર જાત જોવા મળે છે. આ કરોળિયાના માથામાં બે ડંખ હોય છે તેને દાંત હોતા નથી પણ ડંખમાંથી નીકળતું તેજાબી ઝેરી પ્રવાહી શિકારની ચામડીને બાળી નાંખે છે, આ કરોળિયા ઉંઘતા ઊંટનું પેટ ચીરીને ખાઈ જાય છે. 

કરોળિયાના આઠે પગમા ઘણા સાંધા હોય છે. તે ઝડપથી દોડી શકે છે તેના પાછલા પગમાં સૂક્ષ્મ વાળ હોય છે તેના વડે નજીકમાં થતું હલનચલન પારખી શકે છે તેની મોટી આંખ આકારોને ઓળખી  શકે છે.

આ કરોળિયાનો દુશ્મન વીંછી છે. કરોળિયા અને વીંછીની લડાઈ જોવા જેવી હોય છે. ઇજિપ્તના આદિવાસીઓ કરોળિયા અને વીંછીને પકડીને તેમને લડાવે છે અને તે જોવાનો આનંદ માણે છે.

કેમલ સ્પાઇડર ગરોળી, સાપ અને ઉંદર જેવા પ્રાણીઓનો શિકાર કરે છે તેની લાળ જલદ હોવાથી તેને સન સ્પાઇડર પણ કહે છે. ઇજિપ્ત ઉપરાંત  આફ્રિકાના દેશોના રણપ્રદેશમાં પણ આ કરોળિયા જોવા મળે છે. કહેવાય છે કે પહેલા વિશ્વ યુદ્ધમાં સૈનિકો ઇજિપ્તમાં કરોળિયા અને વીંછીની લડાઈના કાર્યક્રમો જોવા રોકાતા.