Get The App

લસણની ચટણી અને હું...?

સ્માઈલરામ - સાંઈરામ દવે

Updated: Jan 7th, 2020

GS TEAM

Google News
Google News
લસણની ચટણી અને હું...? 1 - image


ચાર કાળી બહેનો અને ચાર કાળા ભાઈઓ એ નાના નાના સવાલો પૂછી પૂછી મને અને અતુલને આંખે અંધારા લાવી દીધા

એક વાંઢો કમુરતામાં પણ લગનની વાડીના ઓટલે જ બેસી રહે. અતુલે એક દિવસ પૂછી લીધું કે ભાઈ તું આ વાડીના સંચાલનમાં નોકરી કરે છે ? વાંઢો કહે ના સાહેબ હું તો નખશીખ કુંવારો છું. પરંતુ મારી આખરી મંઝિલ આ લગ્નની વાડી છે. તેથી રોજ અહી બેસીને તપ કરું છું!

અમુક વાંઢાઓ કેટલા આશાવાદી હોય છે. જે કન્યાને પોતે જોવા ગયા હોય એ કન્યા તેના બાળકને લઈને પિયર આવે તો તેને પણ સૂતરફેણી કે કુલ્ફીનો આગ્રહ કરતાં હોય છે. વરસાદ એટલે શું? તમારું પ્રિય પાત્ર ભરબજારે હજારોની વચ્ચે તમને જોઈને એક ઊઘડતી સવાર જેવુ સ્મિત ફેંકે ઈટ ઇઝ કોલ વરસાદ. તો માવઠું કોને કહેવાય ? તમારી પ્રિયતમા બીજે પરણી ગઈ હોય અને કાંખમાં છોકરું લઈને ફરી બજારે તમને સામી મળે અને તમારી આંખો ભીંજાય ઈટ ઇઝ કોલ માવઠું.

વરસાદને વરનો સાદ પણ કહી જ શકાય ને ! શિયાળામાં લગન હોય ત્યાં એક ફાયદો થાય છે વાડીમાં ગોદડાં વધુ જોઈએ અને ગાદલાં ઓછાં હોય તો ચાલે પણ તાપણા પ્રોપર જોઈએ નહીતર ઠીંગરાઈ જવાય. સંસ્થાએ અંગત વર્તુળોમાંથી નોંધ્યું છે કે મોટાભાગના સગપણ શિયાળામાં જ ગોઠવાઈ જતાં હોય છે. (કારણકે શિયાળામાં મહિલાઓને મેકપ ઓગળતો નથી) અને આ સંસ્થા એટલે હું સ્વયં પોતે ઓ.કે.?

પરંતુ શિયાળાના લગન એટલે જમવામાં મોજે ચમન N.R.I લોકોને તો આપણી ઠંડી સ્ટાર્ટર જેવી લાગે. કેનેડાની માઇનસ ફોટ ફાઇવ (-૪૫') માંથી આવેલા ગુજરાતીઓ આપણી કડકડતી ટાઈઢમાં સ્લીવ લેસ પહેરીને ફરતા હોય છે.

નાઈરોબીના મિત્ર પરબતભાઈ પટેલે દીકરાના લગ્ન કચ્છમાં કર્યા. મને અને અતુલને આમંત્રણ આપ્યું સાથો સાથ કેન્યાથી દસેક જેટલા કાળાડીબાંગ કાળાઓ પણ મહેમાન થયેલા 'શ્યામ રંગ સમીપે ન જાવું' આ કવિતા નાનપણમાં ભણવામાં આવી હતી જેનો અર્થ આ લગ્નમાં સમજાયો.

ચાર કાળી બહેનો અને ચાર કાળા ભાઈઓ એ નાના નાના સવાલો પૂછી પૂછી મને અને અતુલને આંખે અંધારા લાવી દીધા. વળી એમાં બે શ્યામ બહેનોએ લીલી સાડી પહેરી જાણે ડામરના ટીંપણા ઉપર વેલ વીંટળાઇ ગઈ હોય એવિ ફીલીંગ આવે. કાઠિયાવાડી મેનુ તો હવે ઓલ ગુજરાતમાં પ્રસંગમાં એકવાર તો અચૂક હોય છે. રીંગણાંનો ઓળો રોટલા-લસણીયા બટેકા- સેવ ટામેટાંનું શાક અને ખિચડી વાળું મેનુ જોઈને એક શ્યામભાઈ એ (એટલેકે કેન્યન કાળાએ) અતુલને પૂછયું વોટ ઇઝ ધીસ સર ?

અતુલ બુફેની લાઇનમાંથી કુદીને મારી પાસે આવ્યો કે ખિચડીનું ઇંગ્લીશ શું થાય ? મેં કહ્યું શું કામ કરવું જ જોઈએ ? આ ખાવાની આઈટમ છે વાંચવાની થોડી છે ? કેટરીંગવાળા પણ અંગ્રેજીમાં ણલ્લૈંભલ્લછઘૈં જ લખે છે. અતુલે પણ મારો મેસેજ કાળાભાઈ સુધી પહોચડયો. ત્યાં બીજા શ્યામ બેન મારી પાસે આવ્યા મને કહે વોટ ઇઝ ધીસ ? હવે લસણની ચટણીનું અંગ્રેજી એક ફોરેનરને સમજાવવું પડશે આ માનસિક તૈયારીમાં તો ભાઈબંધના ઘરે લગ્ન પ્રસંગે આવ્યો જ ન હોવ.

મેં તાબડતોબ ઉત્તર વાળ્યો કે ઈટ ઇઝ ફૂડ ક્લીનીંગ ગ્રીસ. ઓ વાઉ કરતાં ચારે જણા ચમચી ચમચી ચટણી મોં માં મૂકી ગયા અને પછી તો થઇ છે. કાંઇ ! આઠ બોટલ બિસલેરી ઊભા ઊભા જ પી ગયા. બિચાડા બ્રેડ બટરીયાવને આપણી લસણની ચટણી તો પરસેવો જ લાવી દે ને ! પણ એક સાથે ખાઈ જશે આ તો મને પણ વહેમ નહોતો. હવે તો ઠાકર કરે ઇ ઠીક. સાચું તો સવારે જ ખબર પડે !

લસણની ચટણીના ફાંકડે એક કામ સારું કર્યું. શ્યામભાઈઓ મને પ્રશ્નોત્તરી કરતાં જ બંધ થઈ ગયા. અને પેલી શ્યામ બહેનો જાણે મેં એનો ગરાહ લૂંટી લીધો હોય એવી વક્રદ્રષ્ટિએ મને ઘૂર્યા જ કરી. વાજતું ગજતં  મા'જન ગયુ અતુલના માંડવે. 

પરબતભાઇએ મને અને અતુલને ખાસ સૂચના આપી હતી કે તમે બને કેન્યાના મહેમાનોને કંપની આપજો. હવે મારી કંપની તો લસણની ચટણીએ વેર વિખેર કરી નાંખી હતી. અતુલ ભાંગી તૂટી અંગ્રેજીમાં શ્યામ બ્રધર્સ સાથે વાતો કરે અને શ્યામસીસ્ટર્સ કાંઇ પુછે તો માત્ર સ્માઇલ કરે.

એમાં વળી અમે વરરાજાનું ફુલેકું કાઢીને જાનૈયા ડી.જે.ના તાલે ઝુમતા નીકળ્યા. 'બેબીને બોર્નવીટા પીવડાવ બેબી મૂડમાં નથી' ગીત જેવુ શરૂ થયું કે બાજુની શેરીમાંથી બોર્નવીટા પીધેલો એક બાંગરો ખૂંટીયો ભૂરાયો થયો. એ તો બીચાડો શઇૈંના મેરેજમાં નાચવા આવ્યો હતો પણ એની ભાષા અને ભાવ કોઈને સમજાયા નહી માટે જાન રાન રાન  ને પાન પાન થઈ ગઈ. વરરાજાએ ઘોડા ઉપર જ મારી મૂકી. ગોઠણના દુઃખાવાની સતત ફરિયાદો કરનારા તમામ વડીલો સૌથી પહેલા દોડીને વાડીમાં પહોચી ગયા.

મહેમાનગતિના દૂહા ખોટા ન પડે એ ઉદ્દેશથી મેં શ્યામ કપલ્સને બાવડાં ઝાલીને ઓટલા ઉપર ચડાવ્યા. હવે એ તો બિચાકડા અણજાણ્યા એ લોકો ને તો આ બળદિયો ફુલેકામાં આવ્યો એ પણ એક વિધિ જેવુ જ લાગ્યું. 'ઓહ બુલફાઇટ બીટવીન ધ મેરેજ એકસીલન્ટ ! એક શ્યામભાઈ તો બોલ્યો પણ ખરું ત્યારે મેં મૌન તોડયું કે ડીયર બુલફાઇટ તો લગ્ન પછી ગલૂડીયા જેવી સાળી બેનના ઘરે મહિનો રોકાવા આવે ત્યારે થાય છે.

મારી વાતમાં કશી ગતાગમ એ લોકોને પડી નહીં. જાનહાનિ વગર ખૂંટિયો કન્ટ્રોલ થઈ ગયો. લગ્ન મંડપમાં હસ્તમેળાપ પત્યો અને ચાર ફેરા જોઈને છેલ્લે એક શ્યામ ભાઈએ પોતાની અંગત ડાયરીમાં ભયંકર નોંધ લખી કે ઇન્ડીયન મેરેજ ઇઝ વેરી રિસ્કી. લાસ્ટ રીચ્યુલ્સ વોઝ ફાયર રાઉન્ડ ગેમ બ્રાઈડ એન્ડ ગ્રુમ્સ આર રનીંગ અરાઉન્ડ ધ ફાયર એન્ડ ફાઇનલી બ્રાઇડ્સ વિન ધ રેસ. (અર્થાત ભારતમાં લગ્નો ખૂબ જોખમી છે. છેલ્લા રિવાજમાં અગ્નિનો ખેલ આવે છે જેમાં વરકન્યા અગ્નિ ફરતે દોડે છે. અને અંતમાં કન્યા આ હરીફાઈ જીતી જાય છે.) શ્યામભાઈ સાવ અજાણ્યા હોવા છતાં કેટલું સાચું લખી ગયા? આમે'ય આ રેસમાં પુરુષો ક્યારે જીત્યા છે? લગ્નને એટલે જ તો શેરેમની (શેર અ મની) રૂપિયા ઉડાડવાનો પ્રસંગ અમથો કહેવાયો હશે ?

સાંઇરામ ના સ્માઇલરામ.......

ઝટકો

સમાજનો ચારણ- બ્રાહમણ અને ધાવણ ત્રણે'ય બિચારા ન રહેવા જોઈએ.

તો જ સક્ષમ સમાજ બનશે. - મોરારીબાપુ (ચારણીસંગોષ્ઠિ-રાજકોટ)

Tags :