Get The App

પાણી બચાવો... જીવન બચાવો...

Updated: Dec 6th, 2019

GS TEAM

Google News
Google News
પાણી બચાવો... જીવન બચાવો... 1 - image


રિધાન ભલે ભણવામાં ઠોઠ હતો બાકી બીજી બધી બાબતમાં હોશિયાર હતો. ખૂબજ સમજદાર હતો. રિધાન કહે : 'પપ્પા..! તમે મારું ભણવાનું બંધ ના કરાવો... હું હજુ વધારે પ્રયત્ન કરીશ! પાસ જરૂર થઈ જઈશ...

રિધાન બધાને સમજાવવા લાગ્યો : ''એક સેકંડમાં એક બુંદ પાણી ટપકે તો એક વર્ષમાં ૧૧૦૦૦ લીટર પાણી બરબાદ થઈ જાય બાપલા..! એટલે વ્હાલા ભાઈઓ અને બહેનો... બાળકો અને દાદા-દાદીઓ... વડીલો... તમામને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે પાણી બચાવો... જીવન બચાવો..!

રિધાન ઠોઠ નિશાળિયો હતો. ઉપરા ઉપરી ત્રણ વખત ફેલ થયો હતો. એના પપ્પા પ્લમ્બર હતા. માંડ માંડ પૈસા કમાઈને ઘર ચલાવતા હતા. રિધાનના ફેલ થવાથી એના પપ્પાના બધા જ સપના તૂટી ગયા. એ ખૂબજ ગુસ્સે થઈને કહેતા હતા... ''બેટા રિધાન..! આજથી ભણવાનું બંધ કરો... મને જરા પણ નહીં પોષાય... આ તારું વારંવાર ફેલ થવું... આજથી જ તું મારી સાથે પ્લમ્બરનું કામ શીખવાનું ચાલુ કરી દે..! નવા નળ લગાડવાનું... નળમાં પાણી ટપકતું હોય તો બંધ કરવાનું... નવી પાઈપ લાઈન ફિટ કરવાની... આ બધું કામ ફટાફટ શીખી જા અને મને મદદ કર..! તું થોડા પૈસા કમાઈશ તો ઘર પણ સારી રીતે ચાલશે... બેટા..! બેટા હું સહન નહીં કરી શકું... હવે તું મને હેરાન ના કરતો... મારી સહનશક્તિ પૂરી થઈ ગઈ છે..!!''

રિધાન ભલે ભણવામાં ઠોઠ હતો બાકી બીજી બધી બાબતમાં હોશિયાર હતો. ખૂબજ સમજદાર હતો.

રિધાન કહે : 'પપ્પા..! તમે મારું ભણવાનું બંધ ના કરાવો... હું હજુ વધારે પ્રયત્ન કરીશ! પાસ જરૂર થઈ જઈશ... એક મોકો મને બીજો આપો. મને મારી ભૂલ સમજાય છે... હું મારી ભૂલ સુધારીશ પપ્પા..!!'

પપ્પા કહે : 'બેટા..! હવે તું મને ગોળીઓ ના ગળાવીશ..! બહુ થયું..! તારી ઈચ્છા છે તો ભણવાનું ચાલુ રાખ... પણ પ્લમ્બરનું કામ તારે શીખવાનું અને મને મદદ કરવાનું આજથી જ ચાલુ કરી દેવાનું છે..! ચાલો મારી સાથે આજથી જ..! હું તને કામ શીખવાડવાનું ચાલુ કરી દઉં છું..!!'

રિધાન કોઈ દલીલ કર્યા વગર પપ્પા સાથે ગયો... પૂરા મનથી... ધગશથી પ્લમ્બરનું કામ શીખવા લાગ્યો... બે જ દિવસમાં એ ઘણું બધું શીખી ગયો... એમાંય ખાસ કરીને જે ટપકતાં નળ હતા.. જેમાં સતત પાણી ટપકતું હતું.... તેનું ટપકતું પાણી બંધ કરવાનું કામ તો તે ખૂબજ ઝડપથી શીખી ગયો..!

રિધાન વિચારવા લાગ્યો... આપણા આખા દેશમાં પાણીની અછત છે. લોકોને શુદ્ધ પાણી પીવા નથી મળતું. પાણી ભરવા પછાત ગામડા અને બીજા વિસ્તારોના લોકો દૂર દૂર જાય છે અને અહીં હજારો અને લાખો નળ સતત પાણીથી ટપકતા જ રહે છે... હજારો-લાખો ટન પાણી તો આમ જ વેસ્ટ થાય છે... વહી જાય છે. આ બધુ પાણી બગડે નહીં તો ઘણા લાંબા સમય સુધી આપણી પાણીની સમસ્યા હલ થઈ જાય..! આજથી મારું મિશન જ્યાં જ્યાં નળમાં પાણી ટપકે છે... ત્યાં ત્યાં જઈને મફત રીપેરિંગ કરવાનું... પાણી ટપકતું બંધ કરવાનું... પાણી બચાવો ઝુંબેશનો પ્રચાર-પ્રસાર કરવાનો... બધાને હું સમજાવીશ કે ભાઈ પાણી બચાવો. જીવન બચાવો... ટપકતા નળમાંથી પાણી નહીં બચાવો તો એક દિવસ એક એક પાણીની બુંદ માટે આપણે તડપીશું..!!

રિધાન તો બીજા દિવસથી જ પોતાના પપ્પાથી અલગ પાણી બચાવો મિશનમાં લાગી ગયો. જ્યાં જ્યાં નળ ટપકતા હતા ત્યાં ત્યાં એ ગયો અને નળનું ટપકતું પાણી બંધ કર્યું. રિધાનનું નામ બધી જગ્યાએ ફેમસ થઈ ગયું... એના કામ અને મીઠડા સ્વભાવના કારણે બધા જ એને પોતાને ત્યાં ટપકતા નળને રીપેરિંગ કરવા બોલાવવા લાગ્યા..! રિધાન ખૂબજ પ્રેમ અને ધગશથી ટપકતા નળ રીપેરિંગ કરીને પાણી બચાવવાની ઝુંબેશ જોરદાર ચલાવવા લાગ્યો.

રિધાનના આ કામથી એના પપ્પા ખૂબ જ રાજી થયા..! એમને ખૂબજ સંતોષ થયો કે મારો દીકરો સાવ ફાલતુ નથી... ઘણા કામનો છે..!

રિધાન બધાને સમજાવવા લાગ્યો : ''એક સેકંડમાં એક બુંદ પાણી ટપકે તો એક વર્ષમાં ૧૧૦૦૦ લીટર પાણી બરબાદ થઈ જાય બાપલા..! એટલે વ્હાલા ભાઈઓ અને બહેનો... બાળકો અને દાદા-દાદીઓ... વડીલો... તમામને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે પાણી બચાવો... જીવન બચાવો..! પશુ-પક્ષી-પ્રાણીઓ પાણી વગર મરવા ન જોઈએ... માણસ પાણી વગર મરવો ન જોઈએ..!!''

રિધાનના કામની એવી તો જોરદાર-ધમાકેદાર અસર થઈ કે બધા જ સેવાભાવી લોકો એની સાથે જોડાઈ ગયા. બધા આ ઝુંબેશમાં લાગી ગયા... ઘેર ઘેર જઈને ટપકતા નળ બંધ કરવા લાગ્યા... પાણીનું મહત્વ સમજાવવા લાગ્યા...

રિધાન રાત્રે ખૂબજ ભણવામાં મહેનત કરવા લાગ્યો... એક દિવસ એની મહેનત રંગ લાવી... એ આખી સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો..! રિધાનની પાણી બચાવોની ઝુંબેશની કદર કરીને સ્કૂલ અને સમાજે તેનું એવોર્ડ આપીને સન્માન કર્યું...

રિધાન અને એના પપ્પા ખૂબજ ખુશ હતા.

- દિગ્ગજ શાહ

Tags :