Magazines

અમેરિકાની અવકાશ સંસ્થા 'નાસા' વિશે આ પણ જાણો

By GS Team
4 Oct 20191 min read
This article was originally published on 4 Oct 2019
અમેરિકાની અવકાશ સંસ્થા 'નાસા' વિશે આ પણ જાણો

નાસાનું પુરું નામ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન છે. અવકાશી સંશોધનોની શરૂઆત ૧૯૫૮ના ઓક્ટોબરની પહેલી તારીખે થયેલી.

નાસાના અવકાશયાન અને રોકેટ બને છે તે મકાન એટલું ઊંચું છે કે તેમાં આકાશના વાદળો છવાઈ જાય છે. તે દૂર કરવા વિશ્વનો સૌથી મોટો એરકન્ડિશન પ્લાન્ટ તેમાં છે.

૧૯૫૮ પહેલાં નાસાનું મુખ્ય કામ અન્ય ગ્રહો પર સજીવ સૃષ્ટિ શોધવાનું હતું.

નાસાનું સૌથી જૂનું રોકેટ બમ્પર-૨ ૧૯૫૦ના જુલાઈમાં લોન્ચ થયેલું. તે લગભગ ૪૦૦ કિલોમીટરની ઊંચાઈએ પહોંચેલું.

નાસાએ ૧૯૭૨ માં લેન્ડસેટ સેટેલાઈટ લોન્ચ કરેલો તેનું મુખ્ય કામ અવકાશમાંથી પૃથ્વીની સંપૂર્ણ સપાટીની તસવીરો લેવાનું હતું.

નાસાએ તેના નવા અવકાશયાનના નામની પસંદગી કરવા શાળાના વિદ્યાર્થીઓની સ્પર્ધા યોજી હતી અને સૌથી સારા વિજેતા નામની જાહેરાત ૧૯૮૯માં પ્રમુખ બુશે કરેલી.

નાસાએ આજ સુધી લગભગ ૨૨૦૦ પ્રાણીને અવકાશમાં મોકલ્યા છે. તેમાં જંતુઓ, ડુક્કર, વાનર, ઉંદર, સસલા અને કરોળિયા પણ છે.

નાસાનું પ્રથમ સ્પેસ શટલ કોલંબિયા હતું. ૨૦૦૩માં ૨૮માં મિશન દરમિયાન તે પૃથ્વી પર પાછા ફરતાં તૂટી પડેલું.

નાસાના લીન્ડન જોહન્સન સ્પેસ સેન્ટરમાં ૧૦૦ બિલ્ડિંગ છે. તે ૬૬૦ હેક્ટરમાં ફેલાયેલું છે. તેને પોતાની પ્રોટેક્ટીવ સર્વિસ ઓફિસ છે અને પોતાના કાયદા છે.

અવકાશયાત્રીઓને સ્પેસ વોકની તાલીમ આપવા ઇન્ટરનેશન સ્પેસ સ્ટેશનની પૂરા કદની પ્રતિકૃતિનો ઉપયોગ થાય છે.

૧૯૯૯માં નાસાના અર્ધા એન્જિનિયરી મેટ્રિક સિસ્ટમ અને અર્ધા ઇમ્પિરિયલ સિસ્ટમનો ઉપયોગ કરતાં ગરબડ થયેલી અને એક ઓર્બિટર અવકાશમાં ગુમ થઈ ગયેલું.