app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વડોદરા : ઘરફોડ તથા વાહન ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી વારસિયામાંથી ઝડપાયો

Updated: Nov 21st, 2023

image : Freepik

વડોદરા,તા.21 નવેમ્બર 2023,મંગળવાર

વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનમાં કાર ચોરી અને હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપીને પોલીસ વારસિયા વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. જે પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે ત્યાં સોંપવાની વારસિયા પોલીસે તજવીજ હાથ ધરી છે.

 વારસીયા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સોમવારે પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સ્ટાફના અહેકો પ્રવિણભાઈ મેલાભાઈ તથા અહેકો મહેશભાઈ ગિરધારીભાઈને બાતમી મળી હતી  કે હિમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા મકરપુરા પોલીસ સ્ટેશન ગુનામાં નાસ્તો-ફરતો આરોપી નામે અજયસીગ દર્શનસીગ સરદાર (દુધાણી- સીકલીગર) રહે- ભુડવાડા વીમા દવાખાના પાસે ખારી તલાવડી વારસીયાનો હાલમા ભુડવાડા નાકા પાસે ઉભી છે. જેના આધારે પોલીસના માણસોએ બાતમી મુજબના સ્થળ પર તપાસ કરી અજયસીગને પકડી પાડયો હતો. આરોપી હીમતનગર એ ડીવીઝન પો.સ્ટે.ના ધરફોડ ચોરીના ગુનામાં તેમજ મકરપુરા પો.સ્ટે ઈકોકારની ચોરીના ગુનામા સંડોવાયેલો છે અને છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો રહે છે. જેથી આરોપી જે પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે ત્યાં તેનો કબજો સોપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Gujarat