Gujarat

વડોદરા પંચમહાલ જિલ્લાના બે વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું

By GS Team
24 Mar 20221 min read
This article was originally published on 24 Mar 2022
વડોદરા પંચમહાલ જિલ્લાના બે વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું

વડોદરા,તા.24 માર્ચ 2022,ગુરૂવાર

વડોદરા શહેર અને પંચમહાલ જિલ્લામાં અજાણ્યા કારણોસર બે વ્યક્તિએ જીવતા ટૂંકાવી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

આજવા રોડ પાણીની ટાંકી પાસે આવેલા ગાયકવાડ કમ્પાઉન્ડમાં રહેતા 65 વર્ષીય યોગેન્દ્રસિંહ ભદ્રસિંહ રાણા અજ્ઞાત કારણોસર પોતાના ઘરે તા.20ના રોજ ઝેરી દવા પીધી હતી. તેઓને સારવાર માટે પાણીગેટ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે દમ તોડી દીધો હતો. પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.

બીજા બનાવની વિગત મુજબ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રતનપુર કાંટડી ગામે રહેતા 55 વર્ષીય રંગીત કાળુ પરમાર છેલ્લા કેટલાક સમયથી તનાવગ્રસ્ત રહેતા હતા. તેઓએ તા.22ના રોજ રાત્રે 8 વાગ્યે પોતાના ઘરે ખેતરમાં નાખવાની દવા ગટગટાવીને મોતને મીઠું કરવા પ્રયાસ કર્યો હતો. તેની જાણ પરિવારજનોને થતાં પ્રથમ ગોધરા અને ત્યાર બાદ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રંગીતનુ મોત નીપજ્યું હતું. ગોધરા પોલીસે જરૂરી કાગળિયા કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કમાટી બાગના મુખ્ય ગેટ સામેથી બેહોશ હાલતમાં યુવાન મળ્યો

કમાટી બાગના મેઇન ગેટ સામેથી અજાણ્યો યુવક બેભાન અવસ્થામાં મળતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવાન કોણ છે ? તેની ઓળખ માટેની તપાસ પોલીસ કરી રહી છે.