Gujarat

સ્કૂલો ૧લીથી ઓફલાઈન શરૃ કરવા સંચાલકોની સરકારને રજૂઆત

By GS Team
25 Jan 20222 mins read
This article was originally published on 25 Jan 2022
સ્કૂલો ૧લીથી ઓફલાઈન શરૃ કરવા સંચાલકોની સરકારને રજૂઆત

અમદાવાદ

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને બીજી લહેર જેવી ભયાવહ સ્થિતિ નથી તેમજ મહારાષ્ટ્રમાં આજથી પ્રી પ્રાયમરીથી માંડી ધો.૧૨ સુધી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૃ કરી દેવાયુ છે ત્યારે ગુજરાતમાં પણ ૧લી ફેબુ્રઆરીથી ધો.૧થી૯ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૃ કરી દેવા માંગ કરાઈ છે.સ્કૂલ સંચાલક મંડળે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે ૧લીથી સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૃ કરી દેવામા આવે કારણકે ઓનલાઈન શિક્ષણમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતા અને ત્રીજી લહેર શરૃ  થઈ જતા સરકારે ધો.૧થી૯માં ૮મી જાન્યુઆરીથી ઓફલાઈન એટલે કે કલાસરૃમ શિક્ષણ બંધ કરી દેવાયુ છે અને ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યુ છે.૩૧મી જાન્યુ.સુધી ૧થી૯ના વર્ગો બંધ કરવામા આવ્યા છે જ્યારે ધો.૧૦થી૧૨ની સ્કૂલો હાલ ઓફલાઈન ચાલી રહી છે.છેલ્લે ગુજરાતમાં ત્રણ દિવસ પહેલા કોરોનાના કેસ ૨૫ હજાર સુધી પહોંચ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી કેસ સતત ઘટી રહ્યા છે અને આજે સૌથી ઓછા ૧૩ હજાર જેટલા કેસ નોંધાયા છે.દરમિયાન સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ-ગુજરાત દ્વારા આજે શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામા આવી છે કે ગુજરાતમાં બીજી લહેર જેવી અંધાધુંધી ભરી પરિસ્થિતિ નથી.મહારાષ્ટ્રમાં પણ ત્રીજી લહેરમાં જ્યાં સૌથી વધુ કેસ હતા ત્યાં પણ હવે કેસો ઘટતા આજે ૨૪મીથી પ્રી પ્રાયમરીથી ધો.૧૨ સુધી સ્કૂલો ફરી રાબેતા મુજબ કલાસરૃમ શિક્ષણ માટે શરૃ કરી દેવાઈ છે.ગુજરાતમાં હાલ સ્થિતિ કાબુમાં છે અને ૧૫થી૧૮ વર્ષના બાળકોનું રસીકરણ પણ ૯૪ ટકા જેટલુ પૂર્ણ થઈ ગયુ છે.

જેથી ગુજરાતમાં ધો.૧થી૯ની સ્કૂલો ૧લી ફેબુ્રઆરીથી ઓફલાઈન શિક્ષણ માટે શરૃ કરી દેવી જોઈએ.ઘણા મહિના બાદ થોડા સમય પહેલા જ સ્કૂલો શરૃ થઈ હતી અને બાળકોનું કલાસરૃમ શિક્ષણ શરૃ થતા તેઓની માનસિક ,શારીરિક અને મનૌવૈજ્ઞાાનિક તથા શૈક્ષણિક સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો.હાલ ઓનલાઈ શિક્ષણમાં ઘણી મુશ્કેલી પડી રહી છે અને વાલીઓ પણ ઓફલાઈન શિક્ષણ શરૃ થાય તેવુ ઈચ્છી રહ્યા છે.જેથી ૧લી ફેબુ્રઆરીથી સ્કૂલો ફરી શરૃ કરી દેવામા આવે.મહત્વનું છે કે સંચાલકોએ જ્યાં ફરી ઓફલાઈન શિક્ષણ ધો.૧થી૯માં શરૃ કરી દેવા માંગ કરી છે ત્યારે જો આગામી કેટલાક દિવસોમાં કોરોનાના કેસ સતત ઘટશે તો સરકાર ૧લી ફેબુ્રઆરીથી સ્કૂલો ફરી ઓફલાઈન શરૃ કરી દે તેવી શક્યતા છે.થોડા દિવસ પહેલા વર્લ્ડ બેંકના એજ્યુકેશ ડિરેકટર દ્વારા પણ સ્કૂલો બંધ કરવી અતાર્કિક હોવાનું જણાવવામા આવ્યુ હતું.