Gujarat

નડિયાદમાં શખ્સે 10 લાખ માગનાર પર હુમલો કરી 4.30 લાખની મત્તા લૂંટી

By GS Team
25 Jun 20201 min read
This article was originally published on 25 Jun 2020
નડિયાદમાં શખ્સે 10 લાખ માગનાર પર હુમલો કરી 4.30 લાખની મત્તા લૂંટી

નડિયાદ, તા. 25 જૂન 2020, ગુરુવાર

નડિયાદ શહેરમાં એક વ્યક્તિ ઉપર પૈસા બાબતે હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે સામસામી ફરિયાદો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદના નાનાકુંભનાથ રોડ ઉપર રહેતા હાર્દિકભાઈ ભટ્ટને ગામના જ અમદાવાદી બજાર વિસ્તારમાં રહેતા પ્રતિક ઉર્ફે લખન રાવે ફોન કર્યો હતો અને જણાવેલ કે મારે તમારૂ કામ છે એટલે મળવા આવો. આથી હાર્દિકભાઇ સાંજના છ વાગ્યાના અરસામાં શહેરની એક ખાનગી હોસ્પિટલ પાસે પ્રતિકભાઇને મળવા આવ્યા હતા.જ્યાં  પ્રતિકે જણાવ્યુ હતુ કે તમારે મને રૂા.૧૦ લાખ  આપવાના છે.જેથી હાર્દિકભાઇએ જણાવેલ કે શેના પૈસા આપવાના છે?મારે તમને કોઇ પૈસા આપવાના નથી. આથઈ પ્રતિક ઉશ્કેરાઇ ગયો હતો અને  હાર્દિકભાઇને ગદડાપાટુનો મારમારવા લાગ્યો હતો.


એટલાથી ન અટકતા હાર્દિકભાઇએ ગળામાં પહેરેલ સોનાની ચેઇન કિ.રૂા.૩,૦૦,૦૦૦ અને ગાડીમાં રહેલ રોકડ રૂા.૧,૩૦,૦૦૦ લઇ નાસી ગયા હતા.અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે હાર્દિકભાઇ  અશ્વિનભાઇ ભટ્ટે  પ્રતિક ઉર્ફે લખન પંકજભાઇ રાવ અને રૂચીર મુકેશભાઇ દેસાઇ વિરુધ્ધ અને  સામા પક્ષે પ્રતિક પંકજકુમાર રાવે  હાર્દિક ભટ્ટ અને એક અન્ય વ્યક્તિ વિરૂધ્ધ નડિયાદ ટાઉન પોલીસે મથકે ફરિયાદ નોંધાવી છે. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે સામસામી ફરીયાદો લઈ કાર્યવાહી હાથ ધરી છે.