Gujarat

ગુજરાત યુનિ.ના ઉપકુલપતિને સરકાર રિપિટ કરે તેવી શક્યતા

By GS Team
4 Feb 20222 mins read
This article was originally published on 4 Feb 2022
ગુજરાત યુનિ.ના ઉપકુલપતિને  સરકાર રિપિટ કરે તેવી શક્યતા

અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીના હાલના ઉપકુલપતિ જગદિશ ભાવસારની ત્રણ વર્ષની ટર્મ ૨૧મી ફેબુ્રઆરીએ પૂર્ણ થનાર છે ત્યારે નવા ઉપકુલપતિની નિમણૂંક માટેની તૈયારી ચાલી રહી છે અને થોડા દિવસમાં નવી નિમણૂંક થનાર છે.મળતી માહિતી મુજબ હાલના ઉપકુલપતિને સરકાર દ્વારા રિપિટ કરવામા આવે તેવી શક્યતા છે.

ગુજરાત યુનિ.સહિતની જુની સરકારી યુનિ.ઓમાં કુલપતિ સાથે ઉપકુલપતિ પણ એક્ટ મુજબ નિમવામા આવે છે.ગુજરાત યુનિ.માં અનેક વર્ષો સુધી ઉપકુલપતિની જગ્યા ખાલી રહી હતી અને છેલ્લે ૨૦૧૯માં ફેબુ્રઆરીમાં સરકારે ગુજરાત યુનિ.માં ઉપકુલપતિ તરીકે ભાજપના જગદીશ ભાવસારની નિમણૂંક કરી હતી. મૂળ સ્કૂલ શિક્ષક એવા જગદીશ ભાવસાર ત્રણ વર્ષની ટર્મ આમ તો વિવાદીત નથી રહી પરંતુ ત્રણ વર્ષ દરમિયાન તેઓની કામગીરી કુલપતિ માટે ઓછી મદદગાર સાબીત થઈ છે.યુનિ.મા ચાલતી ચર્ચા મુજબ જગદીશ ભાવસારે ઉપકુલપતિ તરીકે પરીક્ષા,પ્રવેશ,પરીણામની મહત્વની બાબતોમાં જે આગળ પડતા નિર્ણયો લેવાના હોય તે લીધા નથી પરંતુ વૃક્ષારોપણ કરાવી યુનિ.ને ગ્રીન કેમ્પસ બનાવવામાં તેમનો ફાળો મહત્વનો રહ્યો છે.

બીજી બાજુ તેઓ શિક્ષક છે અને યુનિ.માં સિનિયર પ્રોફેસરો હોય છે ત્યારે એકેડેમિક લેવલે યુનિ.ને ઉપકુલપતિને જોઈએ તેટલો લાભ મળી શકતો નથી.મહત્વનુ છે કે કુલપતિ કે રજિસ્ટ્રારની ગેરહાજરીમાં પણ હંમેશા યુનિ.માં તેમની જ કેબિનમાં હાજર રહેતા ઉપકુલપતિ જગદીશ ભાવસારને સરકારે રિપિટ કરે તેવી શક્યતા છે.જો કે સરકાર દ્વારા લેવામા આવતા કુલપતિના રીવ્યુ પર પણ દારામદાર રહી શકે છે.સૌરાષ્ટ્ર યુનિ.માં પણ ઉપકુલપતિની ત્રણ વર્ષની ટર્મ પુરી થઈ ગઈ છે.જ્યાં પણ નિમણૂંક થનાર છે.