Lifestyle & Fashion

પૈસાની જરૂર હોય ત્યારે ગોલ્ડ લોન લેવી કે પર્સનલ લોન? જાણો તમારો ફાયદો શેમાં

By GS Team
21 Sep 20263 mins read
TukuTouch Logo
જરૂરિયાત સમયે ₹5 લાખની લોન માટે પર્સનલ લોન અને ગોલ્ડ લોન બે વિકલ્પો છે. 3 વર્ષ માટે, 12% વ્યાજે પર્સનલ લોનમાં ₹97,850 વ્યાજ ચૂકવવું પડે છે, જ્યારે 9.95% વ્યાજે ગોલ્ડ લોનમાં ₹80,387 વ્યાજ થાય છે. ગોલ્ડ લોન EMIમાં દર મહિને ₹485 બચાવે છે, પરંતુ સોનું ગિરવે રાખવાનું જોખમ રહે છે. પર્સનલ લોન સુરક્ષા વગરનો વિકલ્પ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પૈસાની જરૂર હોય ત્યારે ગોલ્ડ લોન લેવી કે પર્સનલ લોન? જાણો તમારો ફાયદો શેમાં
AI Image

Gold Loan Vs Personal Loan Financial Breakdown: તબીબી સારવાર, બાળકોના ઉચ્ચ શિક્ષણ, ઘરનું સમારકામ કે અન્ય કોઈ કટોકટી વખતે મોટો ખર્ચ આવી પડે ત્યારે લોન લેવી ઘણીવાર અનિવાર્ય બની જાય છે. આવા સંજોગોમાં સામાન્ય રીતે અરજદારો પાસે પર્સનલ લોન અને ગોલ્ડ લોન એ બે મુખ્ય વિકલ્પો હોય છે. પર્સનલ લોનની સરખામણીએ ગોલ્ડ લોન વ્યાજના દ્રષ્ટિકોણથી સસ્તી સાબિત થાય છે, પરંતુ તેની સાથે ઘરના કિંમતી ઘરેણાં કે સોનું ગિરવે રાખવાનું જોખમ પણ જોડાયેલું રહે છે.

₹5 લાખની લોન પર EMI અને વ્યાજની સીધી સરખામણી

જો ₹5 લાખની લોન 3 વર્ષ (36 મહિના)ના સમયગાળા માટે લેવામાં આવે, તો બંને વચ્ચે ખર્ચનો નોંધપાત્ર તફાવત જોવા મળે છે:

  • 12% વાર્ષિક વ્યાજ દરે પર્સનલ લોન લેવામાં આવે તો તેની માસિક EMI આશરે ₹16,607 થાય છે. 3 વર્ષમાં કુલ ચૂકવણી ₹5.98 લાખ થશે, જેમાં આશરે ₹97,850 વ્યાજ પેટે ચૂકવવા પડશે.
  • 9.95%ના અસરકારક વ્યાજ દરે ગોલ્ડ લોન લેવામાં આવે તો માસિક EMI આશરે ₹16,122 બને છે. 3 વર્ષમાં કુલ ચૂકવણી ₹5.80 લાખ થશે અને કુલ વ્યાજ આશરે ₹80,387 થશે.

આ સરખામણી દર્શાવે છે કે ગોલ્ડ લોનમાં દર મહિને EMI આશરે ₹485 જેટલી ઓછી આવે છે, જેનાથી સમગ્ર મુદત દરમિયાન વ્યાજ પેટે કુલ ₹17,463ની સીધી બચત થઈ શકે છે.

માત્ર શરૂઆતી વ્યાજ દર જોઈને નિર્ણય ન કરવો

બેંક કે નાણાકીય સંસ્થાની વેબસાઇટ પર દર્શાવવામાં આવતા આકર્ષક શરૂઆતી વ્યાજ દર દરેક ગ્રાહક માટે સમાન નથી હોતા. ઉદાહરણ તરીકે, સપ્ટેમ્બર 2026માં SBI પર્સનલ લોન 10%થી 15%ની શ્રેણીમાં ઓફર કરી રહી છે. વાસ્તવિક વ્યાજ દર અરજદારના ક્રેડિટ સ્કોર, નિયમિત આવક, હાલના દેવા અને રીપેમેન્ટ ક્ષમતા પર આધાર રાખે છે. જો ઉત્તમ ક્રેડિટ પ્રોફાઇલને કારણે 12%ને બદલે 10.5% કે 11% પર પર્સનલ લોન મળી જાય, તો સમગ્ર ગણતરી બદલાઈ શકે છે. તેવી જ રીતે ગોલ્ડ લોનનો અંતિમ ખર્ચ પણ માત્ર જાહેરાતમાં દર્શાવેલા વ્યાજ દરથી નક્કી થતો નથી.

પર્સનલ લોન: વગર સિક્યોરિટીએ ધિરાણનો લાભ

પર્સનલ લોન એક 'અનસિક્યોર્ડ લોન' છે, જેમાં કોઈ સોનું કે અન્ય સંપત્તિ ગિરવે રાખવી પડતી નથી. બેંક અરજદારની નાણાકીય ક્ષમતા અને ક્રેડિટ હિસ્ટ્રી ચકાસીને લોન મંજૂર કરે છે. જો ગ્રાહકનો પ્રોફાઇલ સારો હોય તો પ્રી-એપ્રૂવ્ડ પર્સનલ લોન પણ ઝડપથી મળી શકે છે. જોકે આ લોન પસંદ કરતી વખતે પ્રોસેસિંગ ફી, પ્રીપેમેન્ટ ચાર્જીસ કે અન્ય છુપા ચાર્જીસ ચકાસવા જરૂરી છે.

ગોલ્ડ લોન: સસ્તો વિકલ્પ પણ સોનું ગુમાવવાનું જોખમ

ગોલ્ડ લોન એક 'સિક્યોર્ડ લોન' છે કારણ કે બેંક પાસે સોનાની સુરક્ષા રહેલી હોય છે, જેથી તેનો વ્યાજ દર પર્સનલ લોન કરતાં સામાન્ય રીતે ઓછો હોય છે. પરંતુ ગોલ્ડ લોન સાથે સૌથી મોટો ભાવનાત્મક અને આર્થિક ખતરો એ છે કે જો કોઈ કારણસર નિયત સમયે EMI કે બાકી રકમ ન ચૂકવી શકાય, તો ધિરાણ આપનાર સંસ્થા નિયમો મુજબ ગિરવે મુકેલું સોનું જપ્ત કરી તેની હરાજી કરી શકે છે. પરિવાર માટે મહત્ત્વના ઘરેણાં હોય ત્યારે આ જોખમ મોટું સાબિત થાય છે.

અંતિમ નિર્ણય લેતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

લોનની સરખામણી કરતી વખતે માત્ર ઓછી EMI જોઈને નિર્ણય લેવો હિતાવહ નથી, પરંતુ સમગ્ર મુદત દરમિયાન ચૂકવવાની થતી કુલ રકમ, પ્રોસેસિંગ ફી અને વ્યાજની ગણતરી પદ્ધતિ ધ્યાને લેવી જોઈએ. જો તમારી પાસે સોનું છે અને તેને ગિરવે મુકવામાં સંકોચ નથી, તો ગોલ્ડ લોન ખર્ચની દ્રષ્ટિએ ફાયદાકારક છે. જ્યારે કોઈપણ મિલકત કે સોનું ગિરવે મુક્યા વગર આર્થિક વ્યવસ્થા કરવી હોય તો પર્સનલ લોન યોગ્ય વિકલ્પ છે.