Get The App

ગરમીનો પારો વધે તે પહેલાં કરી લો તૈયારી, જાણો એસી વિના પણ કેવી રીતે રાખી શકાય ઘર ઠંડું!

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
Beat the Heatwave


Beat the Heatwave: આ વર્ષે ઉનાળો આકરો રહેવાની આગાહી વચ્ચે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને બિલ્ડિંગના સૌથી ઉપરના માળે રહેતા લોકો માટે આ ઋતુ ભારે મુશ્કેલીભરી સાબિત થાય છે, કારણ કે સીધો તડકો છત પર પડવાથી દીવાલો અને ફ્લોર બોઈલરની જેમ ધગધગવા લાગે છે, જેના કારણે એસી પણ જોઈએ તેવી ઠંડક આપી શકતા નથી. હવામાન વિભાગ(IMD)ના મતે, એપ્રિલથી જૂન દરમિયાન સામાન્ય કરતાં વધુ દિવસો સુધી હીટવેવ રહેવાની આશંકા છે. જો તમે પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો ગરમીનો પારો વધે તે પહેલા કેટલીક સરળ ટિપ્સ અજમાવીને ચોક્કસપણે રાહત મેળવી શકો છો.

કુદરતી ઠંડક: તાપમાનમાં 4°C થી 5°C સુધીનો ઘટાડો મેળવો

ટોપ ફ્લોરને ઠંડુ રાખવા માટે સૌથી અસરકારક ઉપાય વ્હાઇટ કૂલ રૂફ પેન્ટ છે. ગરમી વધતા પહેલા છત પર ચૂનો અથવા ખાસ 'હીટ રિફ્લેક્ટિવ પેન્ટ' લગાવવાથી સૂર્યના કિરણો રિફ્લેક્ટ થાય છે, જેનાથી ઘરના તાપમાનમાં 4°Cથી 5°C સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય છત પર નાનું ટેરેસ ગાર્ડન બનાવવો પણ ફાયદાકારક છે. કુંડા અને ક્યારીઓમાં રહેલી માટી અને છોડ ગરમીને શોષી લે છે, જેના પરિણામે નીચેનો રૂમ ઠંડો રહે છે. રાત્રે ઠંડક મેળવવા માટે સાંજે છત પર ઘાસની ચટાઈ બિછાવી તેના પર પાણીનો છંટકાવ કરવો જોઈએ.

આ પણ વાંચો: મોબાઇલના વ્યસનના કારણે યોગ્ય રીતે ભોજન લેવા સહિતની મુશ્કેલીઓ વધી, રિસર્ચમાં ખુલાસો

વેન્ટિલેશનનું મહત્ત્વ: ઘરની અંદરની ગરમ હવાને બહાર કાઢો

ઘરની અંદરની ગરમ હવા બહાર કાઢવા માટે વેન્ટિલેશનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બપોરના સમયે કિચન અને બાથરૂમના એક્ઝોસ્ટ ફેન ચલાવવાથી અંદર જમા થયેલી ગરમ હવા બહાર નીકળી જાય છે. રાત્રિના સમયે જ્યારે બહારનું તાપમાન ઘટે ત્યારે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ જેથી તાજી હવા અંદર આવી શકે. આ ઉપરાંત, સાંજના સમયે નિયમિતપણે છત પર પાણીનો છંટકાવ કરવાથી પણ રૂમને ઠંડો રાખવામાં મોટી મદદ મળે છે. આ નાની પણ મહત્ત્વની સાવચેતીઓ રાખીને તમે ઉનાળામાં પણ તમારા ઘરને ઠંડકભર્યું બનાવી શકો છો.

ગરમીનો પારો વધે તે પહેલાં કરી લો તૈયારી, જાણો એસી વિના પણ કેવી રીતે રાખી શકાય ઘર ઠંડું! 2 - image