Lifestyle & Fashion

કિચનમાં દેખાતા નાના જીવજંતુઓ કરી શકે છે ગંભીર બીમાર! FSSAIએ આપી ચેતવણી, જાણો 4 મુખ્ય કારણો

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
FSSAI એ રસોડામાં વંદા, માખીઓ જેવા જીવજંતુઓથી થતા રોગો અંગે ચેતવણી આપી છે. આ કીટકો ગંદી જગ્યાઓમાંથી બેક્ટેરિયા લાવી ખોરાકને દૂષિત કરે છે, જેનાથી ડાયરિયા, ટાઈફોઈડ અને મરડો જેવા ગંભીર રોગો થાય છે. ખોરાક ઢાંકીને રાખવો, રસોડું સાફ રાખવું અને કચરાપેટી ઢાંકેલી રાખવી જરૂરી છે. બાળકો અને વૃદ્ધો માટે આ જોખમ વધુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કિચનમાં દેખાતા નાના જીવજંતુઓ કરી શકે છે ગંભીર બીમાર! FSSAIએ આપી ચેતવણી, જાણો 4 મુખ્ય કારણો

FSSAI Warning On Kitchen Pests And Food Safety: ઘર કે રસોડામાં દેખાતા વંદા, માખીઓ અને અન્ય નાના કીટકો માત્ર ગંદકી નથી ફેલાવતા, પરંતુ ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ લોકોને સાવચેત કરતાં જણાવ્યું છે કે આ નાના જીવડાં ખોરાકને દૂષિત કરીને ડાયરિયા, ટાઈફોઈડ અને મરડો જેવા ગંભીર રોગો ફેલાવી શકે છે.

કીટકો કેવી રીતે ફેલાવે છે બીમારી?

ગંદી જગ્યાઓમાં ઉછેર: કોકરોચ અને અન્ય કીટકો કચરાપેટી, ગટરની નાળીઓ અને ભેજવાળી ગંદી જગ્યાઓમાં ઉછરે છે, જ્યાં હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ હાજર હોય છે.

શરીર પર સૂક્ષ્મજીવોનું વહન: આ જીવડાં પોતાના પગ અને શરીર પર રોગ પેદા કરતા હાનિકારક કીટાણુઓને વહન કરીને ઘરની અંદર પહોંચાડે છે.

ખોરાક અને વાસણોનું દૂષિત થવું: જ્યારે આ પેસ્ટ ખુલ્લા ભોજન, કિચન પ્લેટફોર્મ કે વાસણો પર બેસે છે, ત્યારે તેમના પરના કીટાણુઓ સીધા ખોરાક સુધી પહોંચી જાય છે.

ગંભીર ચેપનું જોખમ: FSSAI અનુસાર, આ રીતે દૂષિત થયેલા ખોરાકથી ડાયરિયા, ટાઈફોઈડ, મરડો અને પેટના અન્ય ગંભીર ચેપ ફેલાય છે.

બચાવ માટે આ મહત્ત્વપૂર્ણ બાબતોનું રાખો ધ્યાન

  • ખોરાક અને પીવાના પાણીને હંમેશાં યોગ્ય રીતે ઢાંકીને રાખવું.
  • રસોડાના કાઉન્ટર, પ્લેટફોર્મ અને સપાટીની નિયમિત સફાઈ કરવી.
  • કચરાપેટીને હંમેશાં ઢાંકણ લગાવીને જ રાખવી.
  • ઘરમાં આવેલી નાળીઓ અને ભીનાશવાળા ખૂણાઓની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું.
  • વાસણો ધોયા પછી તેમને સૂકી અને સાફ જગ્યાએ રાખવા.
  • ઘરમાં જીવડાં કે પેસ્ટ દેખાય તો તરત જ યોગ્ય પેસ્ટ કંટ્રોલ કરાવવું.

બાળકો અને વૃદ્ધો માટે વધુ જોખમ

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ખોરાકજન્ય ચેપનો ખતરો નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર વધુ ગંભીર થઈ શકે છે. તેથી તેમના સારા સ્વાસ્થ્ય માટે કિચન હાઇજીન અને ઘરની સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી છે.