Lifestyle & Fashion

નાળિયેર તેલમાં આ 3 વસ્તુઓ ભેળવીને લગાવવાથી વાળ ખરતાં બંધ થઈ જશે! જાણો વાપરવાની સાચી રીત

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
પ્રદૂષણ અને કેમિકલ ટ્રીટમેન્ટથી નબળા થયેલા વાળને ખરતા અટકાવવા માટે નાળિયેર તેલ અત્યંત ફાયદાકારક છે. તેમાં મેથી, એલોવેરા જેલ કે મીઠા લીમડાના પાન ઉમેરીને વાળમાં લગાવવાથી વાળ લાંબા, સ્વસ્થ અને મજબૂત બને છે. આ મિશ્રણ વાળને કન્ડિશનિંગ અને નમી પ્રદાન કરી, વાળની ડ્રાયનેસ દૂર કરે છે. 30-60 મિનિટ પછી વાળ ધોઈ લેવા જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

નાળિયેર તેલમાં આ 3 વસ્તુઓ ભેળવીને લગાવવાથી વાળ ખરતાં બંધ થઈ જશે! જાણો વાપરવાની સાચી રીત

Coconut Oil for Hair Fall: આજના સમયમાં પ્રદૂષણ, ધૂળ-માટી, ગરમ પાણીથી વાળ ધોવા, વારંવાર હીટ સ્ટાઇલિંગ અને કેમિકલ ટ્રીટમેન્ટના કારણે વાળ નબળા અને શુષ્ક (ડ્રાય) થઈ જાય છે. વાળને તૂટતા અટકાવવા માટે નાળિયેર તેલનો ઉપયોગ ખૂબ લોકપ્રિય છે, કારણ કે તે વાળને કન્ડિશનિંગ અને નમી (મોઇશ્ચર) પૂરું પાડે છે. જોકે, નાળિયેર તેલમાં કેટલીક કુદરતી વસ્તુઓ ઉમેરીને લગાવવાથી વાળનું ખરવું ઝડપથી અટકે છે અને વાળ લાંબા તથા સ્વસ્થ બને છે.

1) મેથીના દાણા અને નાળિયેર તેલ

મેથીના દાણા પરંપરાગત રીતે વાળની સંભાળ માટે વપરાય છે. અડધો કપ નાળિયેર તેલમાં 1-2 ચમચી મેથીના દાણા નાખીને ધીમા તાપે થોડી મિનિટો ગરમ કરો. તેલ ઠંડુ થાય એટલે તેને ગાળી લો. આ તેલથી સ્કેલ્પ (માથાની ત્વચા) અને વાળમાં હળવા હાથે માલિશ કરો અને 30 મિનિટથી 1 કલાક પછી વાળ ધોઈ લો. આ પ્રયોગથી વાળ સિલ્કી અને મુલાયમ બને છે.

2) એલોવેરા જેલ અને નાળિયેર તેલ

જો તમારા વાળ ખૂબ જ શુષ્ક અને બેજાન હોય તો 2 ચમચી નાળિયેર તેલમાં 1 ચમચી એલોવેરા જેલ બરાબર મિક્સ કરો. આ મિશ્રણને વાળની લંબાઈ અને ખાસ કરીને નીચેના છેડા પર લગાવો. 20-30 મિનિટ રાખ્યા બાદ માઇલ્ડ શૅમ્પૂથી વાળ ધોઈ લો. એલોવેરા વાળની ડ્રાયનેસ દૂર કરીને તેને ઊંડાણપૂર્વક મોઇશ્ચરાઇઝ કરે છે.

3) મીઠા લીમડાના પાન (કરી પત્તા)

એક કપ નાળિયેર તેલમાં 8-10 સાફ અને સુકાયેલા મીઠા લીમડાના પાન નાખીને ધીમા તાપે ગરમ કરો. પાન હળવા કડક (કુડકુડા) થાય એટલે ગેસ બંધ કરી તેલ ઠંડુ થવા દો. આ તેલને ગાળીને વાળના મૂળથી લંબાઈ સુધી લગાવી માલિશ કરો અને 30-60 મિનિટ પછી શૅમ્પૂ કરી લો.

વાળની સંભાળ માટે ધ્યાનમાં રાખવાની મહત્ત્વપૂર્ણ બાબતો

માત્ર તેલ લગાવવાથી જ વાળનું તૂટવું પૂરેપૂરું બંધ થતું નથી. તેની સાથે વાળની યોગ્ય કાળજી લેવી પણ એટલી જ જરૂરી છે. વાળ પર વારંવાર સ્ટ્રેટનર, કર્લર કે ગરમ દવાનો ઉપયોગ કરવાનું ટાળો. ભીના વાળને જોરથી ઘસવાને બદલે હળવા હાથે સુકવો અને વાળને બહુ કડક બાંધવાનું ટાળો. આ ઉપરાંત, આહારમાં પર્યાપ્ત પ્રોટીન, આયર્ન, લીલા શાકભાજી અને કઠોળ સામેલ કરો, જેથી વાળ અંદરથી મજબૂત, કાળા અને ઘાટા બને.