Lifestyle & Fashion

જાણો, વિશ્વનો સૌથી અમીર દેશ કયો છે? ભારત કયા નંબરે?

By GS Team
7 Jul 20202 mins read
This article was originally published on 7 Jul 2020
જાણો, વિશ્વનો સૌથી અમીર દેશ કયો છે? ભારત કયા નંબરે?

નવી દિલ્હી, તા. 07 જુલાઇ 2020, મંગળવાર 

છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વભરના દેશોની સંપત્તિમાં ઘણો વધારો નોંધાયો છે. વિશ્વની કુલ સંપત્તિઓમાં એશિયન દેશોની મોટી ભાગેદારી છે. જો કે, સંપત્તિના કેસમાં હજુ પણ અમેરિકા જ નંબર વન પોઝિશન પર છે. એક રિપોર્ટ અનુસાર, સંપત્તિના મામલામાં ભારત 7માં નંબરે છે અને તેની કુલ સંપત્તિ 12 લાખ કરોડ ડૉલર (840 લાખ કરોડ રૂપિયા) છે, જ્યારે ચીન બીજા નંબર પર છે. જાણો, કયો દેશ સંપત્તિના આધારે ક્યા નંબરે છે. 

નંબર- 1 પર અમેરિકા 

કુલ સંપત્તિ - 106 લાખ કરોડ ડોલર (7,420 લાખ કરોડ રૂપિયા)

નંબર- 2 પર ચીન 

કુલ સંપત્તિ - 63.83 લાખ કરોડ ડોલર (4,468 લાખ કરોડ રૂપિયા)

નંબર- 3 પર જાપાન

કુલ સંપત્તિ - 24.99 લાખ કરોડ ડોલર (1,750 લાખ કરોડ રૂપિયા)

નંબર- 4 પર જર્મની

કુલ સંપત્તિ - 14.66 લાખ કરોડ ડોલર (1,026 લાખ કરોડ રૂપિયા)

નંબર-5 પર બ્રિટન

કુલ સંપત્તિ - 14.34 લાખ કરોડ ડોલર (1,003.8 લાખ કરોડ રૂપિયા)

નંબર- 6 પર ફ્રાન્સ

કુલ સંપતિ - 13.73 લાખ કરોડ ડોલર (961.1 લાખ કરોડ રૂપિયા)

નંબર-7 પર ભારત 

કુલ સંપત્તિ - 12.61 લાખ કરોડ ડોલર (882.7 લાખ કરોડ રૂપિયા)

નંબર- 8 પર ઇટલી  

કુલ સંપત્તિ - 11.36 લાખ કરોડ ડોલર (795.2 લાખ કરોડ રૂપિયા)

નંબર- 9 પર કેનેડા

કુલ સંપત્તિ - 8.57 લાખ કરોડ ડોલર (600 લાખ કરોડ રૂપિયા)

નંબર- 10 પર સ્પેન

કુલ સંપત્તિ -7.77 લાખ કરોડ ડોલર (544 લાખ કરોડ રૂપિયા)

નંબર- 11 પર દક્ષિણ કોરિયા

કુલ સંપત્તિ - 7.30 લાખ કરોડ ડોલર (511 લાખ કરોડ રૂપિયા)

નંબર- 12 પર ઑસ્ટ્રેલિયા

કુલ સંપત્તિ - 7.20 લાખ કરોડ ડોલર (504 લાખ કરોડ રૂપિયા)

નંબર- 13 પર સ્વિત્ઝરલેન્ડ

કુલ સંપત્તિ - 3.88 લાખ કરોડ ડોલર (272 લાખ કરોડ રૂપિયા)

નંબર-14 પર નેધરલેન્ડ 

કુલ સંપત્તિ - 3.71 લાખ કરોડ ડોલર (260 લાખ કરોડ રૂપિયા)