Lifestyle & Fashion

આર્ટ ઓફ લિવિંગ: શું તમે સતત ચિંતામાં રહો છો? તો આ રહી સુખી રહેવાની 5 સરળ ચાવીઓ

By GS Team
7 Feb 20262 mins read
TukuTouch Logo
આજના ભાગદોડભર્યા જીવનમાં આપણે ઘણીવાર આપણો કિંમતી સમય બીજાને ખુશ રાખવામાં, નાની-નાની વાતોમાં પસ્તાવો(ગિલ્ટ) અનુભવવામાં અને નકામી ચિંતાઓમાં વેડફી નાખીએ છીએ. જીવનના અંતે સમજાય છે કે જે બાબતો માટે આપણે આપણી ખુશીઓ કુરબાન કરી દીધી, તેનું કોઈ મહત્ત્વ જ નહોતું.

Summarized by AI; it may make mistakes. Check important info

આર્ટ ઓફ લિવિંગ: શું તમે સતત ચિંતામાં રહો છો? તો આ રહી સુખી રહેવાની 5 સરળ ચાવીઓ
(AI IMAGE)

The Art of Living: આજના ભાગદોડભર્યા જીવનમાં આપણે ઘણીવાર આપણો કિંમતી સમય બીજાને ખુશ રાખવામાં, નાની-નાની વાતોમાં પસ્તાવો(ગિલ્ટ) અનુભવવામાં અને નકામી ચિંતાઓમાં વેડફી નાખીએ છીએ. જીવનના અંતે સમજાય છે કે જે બાબતો માટે આપણે આપણી ખુશીઓ કુરબાન કરી દીધી, તેનું કોઈ મહત્ત્વ જ નહોતું. 

ખાસ કરીને યુવાનીમાં જ્યારે એનર્જી અને ઉત્સાહથી જીવવાની જરૂર હોય છે, ત્યારે લોકો જવાબદારીઓના બોજ નીચે દબાઈને માનસિક તણાવનો શિકાર બને છે. જોકે, કેટલીક સરળ બાબતોને જીવનમાં ઉતારીને આપણે 'આર્ટ ઓફ લિવિંગ' એટલે કે જીવવાની કળા શીખી શકીએ છીએ અને એક ખુશમિજાજ વ્યક્તિત્વ બની શકીએ છીએ.

1. નકામી દલીલોથી દૂર રહેતા શીખો 

ખુશ રહેવા માટે અર્થહીન દલીલોમાં જીતવાનો આગ્રહ છોડો, કારણ કે ઘણીવાર લોકો તર્કને બદલે માત્ર અહંકાર ખાતર દલીલ કરતા હોય છે. તેનાથી સમય બગડે છે અને માનસિક શાંતિ હણાય છે. નાની વાતોને અવગણતા શીખવું અને 'મને કંઈ ફરક નથી પડતો' એવું વલણ અપનાવવું જરૂરી છે. દલીલ કરવાને બદલે હંમેશા અર્થપૂર્ણ ચર્ચાને પ્રાધાન્ય આપો.

2. તમારી મૌલિકતાને (તમે જેવા છો તેવા જ) અપનાવો 

બીજાને ગમવા માટે દેખાવ કરવો સૌથી વધુ થકવી દેનારી બાબત છે. જો કોઈ તમને 'અજીબ' ગણતું હોય, તો તેની ચિંતા છોડીને પોતાની અસલિયતને સ્વીકારો; કારણ કે એ તમારી ખામી નહીં પણ ખૂબી હોઈ શકે છે. જે લોકો તમને ખરેખર ચાહે છે, તેઓ તમને ક્યારેય બદલવાનો પ્રયત્ન નહીં કરે અને તમે જેવા છો તેવા જ તમને સ્વીકારશે.

3. લોકોને તમારા વિશે વિચારવા દો 

બીજા શું વિચારશે એ મૂંઝવણમાં તણાવ અનુભવવાનું અને વારંવાર સ્પષ્ટતા આપવાનું બંધ કરો. બીજાની ધારણાઓની પરવા કર્યા વગર જીવતા શીખવું શરૂઆતમાં અઘરું લાગશે, પણ આ આદત જ તમને જીવનમાં પ્રગતિ અને સાચી ખુશી અપાવશે.

આ પણ વાંચો: 5 મિનિટની વધુ ઊંઘ અને 2 મિનિટની ઝડપી ચાલ આયુષ્યમાં કરે છે વધારો, રિસર્ચમાં ચોંકાવનારો દાવો

4. વધારે પડતી માફી માંગવાનું બંધ કરો 

વગર વાંકે માફી માંગવી એ પોતાની નજરમાં પડવા જેવું છે. ભૂલ ન હોય તો માફી માંગવાનું કે પસ્તાવો કરવાનું બંધ કરી મર્યાદા નક્કી કરો. દરેક વ્યક્તિને તર્ક સાથે પોતાની વાત રાખવાનો અને સ્પષ્ટ 'ના' કહેવાનો પૂરો અધિકાર છે.

5. દરેકને ખુશ રાખવા શક્ય નથી 

પોતાની ખુશીને પ્રાધાન્ય આપવું એ સ્વાર્થ નથી પણ 'સેલ્ફ લવ' છે. દરેક વ્યક્તિ તમને પસંદ કરે એ શક્ય નથી, તેથી લોકોના અભિપ્રાય પાછળ સમય વેડફવાને બદલે અણગમતા લોકોથી અંતર જાળવો અને તમારી જિંદગી તમારી મરજી મુજબ ખુશીથી જીવો.