Health News: આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે અવારનવાર ફરિયાદ કરીએ છીએ કે 'મારે તો ઊંઘવાનો પણ સમય નથી મળતો અથવા તો કહી છીએ કે 'કસરત ક્યારે કરીએ સમય તો હોવો જોઈએ ને?'. પરંતુ, મેડિકલ જગત જર્નલ 'ધ લેન્સેટ'ના એક નવા સંશોધને આ માન્યતા બદલી નાખી છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તમારી નાની આદતો તમારી ઉંમર અને સ્વાસ્થ્ય પર મોટી અસર કરી શકે છે.
રિસર્ચ શું કહે છે?
The Lancetના રિસર્ચ મુજબ દાવો કરવામાં આવ્યો છે કે જો તમે તમારી રોજીંદી ઊંઘમાં માત્ર 5 મિનિટનો વધારો કરો અને દિવસ દરમિયાન 2 મિનિટ ઝડપી ચાલો (Brisk Walk), તો તમારી સરેરાશ ઉંમર એક વર્ષ સુધી વધી શકે છે. આ વાત સાંભળવામાં ભલે સામાન્ય લાગે પણ તેની પાછળ નક્કર વૈજ્ઞાનિક કારણો છે.સંશોધકોએ હજારો લોકોની ઊંઘ, શારીરિક પ્રવૃત્તિ અને સ્વાસ્થ્યના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. તારણમાં જાણવા મળ્યું છે કે 5 મિનિટ વધુ ઊંઘવાની અને 2 મિનિટ ઝડપી ચાલવાથી હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું જોખમ ઘટે છે અને તંદુરસ્ત જીવન મળે છે.
માત્ર 5 મિનિટ વધુ ઊંઘ કેમ જરૂરી?
આપણે ઘણીવાર વિચારીએ છીએ કે 5 મિનિટથી શું ફરક પડશે? પણ રિસર્ચ તેને 'માઈક્રો-રિકવરી' ગણાવે છે. ઊંઘ માત્ર આરામ નથી, પણ શરીરના રિપેરિંગની પ્રક્રિયા છે.
-મગજને આરામ મળતા માનસિક થાક ઓછો થાય
-શરીરના હોર્મોન્સ સંતુલિત રહે
-રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને
-તણાવ અને ચીડિયાપણું ઘટે
2 મિનિટની ઝડપી ચાલ (Brisk Walk)નો જાદુ તેજ ચાલવું એટલે દોડવું કે મેરેથોન કરવી એવું નથી. તેનો અર્થ છે સામાન્ય ગતિ કરતા થોડું ઝડપથી ચાલવું, જેનાથી તમારા શ્વાસની ગતિ સામાન્ય કરતાં થોડી વધે.
જેની શરીર પર શું અસર થશે?
-હૃદયના ધબકારા સંતુલિત રહે છે
-બ્લડ સર્ક્યુલેશન (લોહીનું પરિભ્રમણ) સારું થાય
-વધારાની કેલરી બર્ન થાય
-બ્લડ શુગર અને મેદસ્વીતા કંટ્રોલમાં રહે છે.
આ પણ વાંચો: 100 વર્ષ જીવવાનું આ છે અસલ સીક્રેટ, 5 વીકલી ટેવ તમારું આયુષ્ય લાંબુ કરશે!


