Gujarat

માંડવીનો ૪૪૨મા સ્થાપના દિવસે ખીલીપુજન સહિતના કાર્યક્રમો યોજાયા

By GS Team
28 Feb 20222 mins read
This article was originally published on 28 Feb 2022
માંડવીનો ૪૪૨મા સ્થાપના દિવસે ખીલીપુજન સહિતના કાર્યક્રમો યોજાયા

 ભુજ,રવિવાર

માંડવી શહેરના ૪૪૨ મા સૃથાપના દિવસની આજરોજ ઉજવણી કરાઈ હતી. નગર સેવા સદન દ્વારા કરાયેલીઉજવણીમાં સવારે કાંઠાવાળા નાકા પાસે ખીલી પુજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.  સાંજે ૬.૩૦ કલાકે માંડવીના વિન્ડ ફાર્મ બીચ ઉપર રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 

કાર્યક્રમમાં ઉપસિૃથત સાંસદ વિનોદભાઈ ચાવડાએ માંડવીનેઐતિહાસિક શહેર ગણાવી સૃથાપના દિવસની શુભકામના પાઠવી હતી. શ્યામજી કૃષ્ણવર્માને આ વેળાએ તેમને યાદ કર્યા હતા. દાબેલી થકી પણ માંડવીની અલગ ઓળખ ઉભી થઈ અને ત્યારબાદ હજારો લોકોને દાબેલી થકી રોજગારી મળી તે પણ ગૌરવપણ બાબત હોવાનું જણાવેલ હતુ. સ્વ. અનંતભાઈ દવેને પણ સાંસદે યાદ કર્યા હતા. આ પ્રસંગે નવા પુલના નિર્માણને લઈને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોને બિરદાવાયા હતા. 

 માંડવીના સૃથાપના દિવસે આજે માંડવીના વિકાસના રૃ.સવા બે કરોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. ગૌરવ પાથ પર ટ્રી કોમ્પીટીશનમાં ભાગ લેનાર ૩૨ જેટલા સ્પાર્ધકોના બહુમાન કરવામાં આવ્યુ હતુ તેમજ શહેરના ૪૭ જેટલા વિવિાધ એસોસિએશનોના પ્રમુખોના બહુમાન કરાયુ હતુ. રસ્સા ખેંચ સ્પાધા પણ  યોજવામાં આવી હતી. શહેરના વિવિાધ મહિલા મંડળો માટે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં શહેરીજનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કૃતિ રજુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નગર અધ્યક્ષા હેતલબેન સોનેજી, પદાિધકારીઓ, રાજકીય સામાજીક આગેવાનો સહિતનાઓ હાજર રહ્યા હતા.  દરમિયાન, આજના સન્માનના કાર્યક્રમમાં વિરોધનો સુર ઉઠયો હતો. સ્ટેજ પરાથી સન્માન માટે આવી જાઓ, તેવુ વારંવાર બોલાતા અનેક વેપારી એસો. સંસૃથાના હોદેદારોને આવા શબ્દો ઉચિત લાગ્યા ન હતા અને કેટલાક આગેવાનો સન્માન પત્રક લીધા વિના પરત ફર્યા હતા.