Kutch

કચ્છ નીલપર શાળા દુષ્કર્મ કેસ: ફરાર આચાર્ય વિપુલ ગોહિલ આણંદના સોજીત્રાથી ઝડપાયો, ગૃહમાતા સહિત 3 સામે ગુનો નોંધાયો

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
કચ્છના રાપરની નીલપર નિવાસી શાળામાં સગીર છાત્રા પર દુષ્કર્મ ગુજારનાર આચાર્ય વિપુલ ગોહિલને પોલીસે આણંદ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આચાર્ય ધમકી આપીને સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચરતો હતો. મામલો દબાવવા બદલ ગૃહમાતા, મંત્રી અને મેનેજર સામે પણ ગુનો નોંધાયો છે. આચાર્યના ખિસ્સામાંથી પ્રેગનન્સી કિટ પડતાં ભોંડાપો ફૂટ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છ નીલપર શાળા દુષ્કર્મ કેસ: ફરાર આચાર્ય વિપુલ ગોહિલ આણંદના સોજીત્રાથી ઝડપાયો, ગૃહમાતા સહિત 3 સામે ગુનો નોંધાયો

Kutch Crime News: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના નીલપર ખાતે આવેલી નિવાસી શાળામાં સગીર છાત્રા પર દુષ્કર્મ આચરીને ફરાર થઈ ગયેલા નરાધમ આચાર્ય સામે પોલીસે સકંજો કસ્યો છે. રાપર પોલીસે મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાંથી આરોપી આચાર્યને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં આચાર્ય ઉપરાંત મામલો દબાવવા માટે પીડિતાને ધમકાવનાર હોસ્ટેલની ગૃહમાતા, સંસ્થાના મંત્રી અને મેનેજર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

આણંદના સોજીત્રા તાલુકામાંથી પોલીસ ટીમે ઝડપી પાડ્યો

મળતી માહિતી અનુસાર, નીલપરની શાળાના આચાર્ય વિપુલ ગોહિલ સામે BNS અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ તે ફરાર થઈ ગયો હતો. રાપર પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરીને આરોપીને આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના દેવાતલપડ ગામેથી પકડી પાડ્યો છે.

ભોગ બનનાર સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આચાર્ય વિપુલ ગોહિલ સગીરાને ધમકી આપતો હતો કે 'જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને પરીક્ષામાં ઓછા માર્ક્સ આપીશ.' આવી ધમકીઓ આપીને નરાધમ આચાર્ય સગીર છાત્રા સાથે અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.

image.png

ગૃહમાતા, મંત્રી અને મેનેજરે મામલો દબાવવા પીડિતાને ધમકાવી

પીડિત છાત્રાએ આ નરાધમ આચાર્યની કરતૂત અંગે હોસ્ટેલની ગૃહમાતા પૂજા ગોહિલને જાણ કરી હતી, પરંતુ તેણે આ બાબતે કોઈને ન કહેવા માટે સગીરાને ધમકાવી હતી. આ ઉપરાંત સંસ્થાના મંત્રી દિનેશ સંઘવી અને મેનેજર અનિરુદ્ધસિંહ જાડેજાને રજૂઆત કરવામાં આવતાં તેણે પણ પોલીસ ફરિયાદ ન નોંધાવવા માટે પીડિતાને ધમકીઓ આપી બનાવ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ ત્રણેય સામે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ખિસ્સામાંથી પ્રેગનન્સી ટેસ્ટ કિટ પડતાં ભોંડાપો ફૂટ્યો

ગત 13 ઓગસ્ટના રોજ આરોપી આચાર્યના ખિસ્સામાંથી અચાનક પ્રેગનન્સી ટેસ્ટ કિટ નીચે પડી ગઈ હતી. સીસીટીવી ફૂટેજ ચકાસતાં કિટ આચાર્યના ખિસ્સામાંથી જ પડી હોવાનું સ્પષ્ટ થતાં સંસ્થાના સંચાલકોના ધ્યાને સમગ્ર મામલો આવ્યો હતો. જે બાદ 24 ઓગસ્ટના રોજ સંસ્થાએ આચાર્યને સેવામુકત કર્યો હતો. આ ગંભીર મામલો ચર્ચાએ ચઢતાં શિક્ષણ વિભાગ અને પોલીસે તપાસ શરૂ કરી હતી. સ્થાનિક સમાજના લોકોએ પણ પીડિત પરિવારને હૂંફ આપીને ફરિયાદ નોંધાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, જેના પગલે રાપર પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.