Astro

વાંચો તમારું 16 નવેમ્બર, 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
15 Nov 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભ અનુસાર, આજે મેષ રાશિના જાતકો મિત્રોના સહકારથી કામમાં વ્યસ્ત રહેશે. વૃષભ રાશિના લોકોને આયાત-નિકાસ અને નોકર-ચાકરના કામમાં અનુકૂળતા રહેશે. સિંહ રાશિના લોકો રાજકીય-સરકારી કામમાં મુશ્કેલી અને ખર્ચનો સામનો કરશે. જ્યારે વૃશ્ચિક રાશિના જાતકો યશ-પદ-ધનમાં વધારો થવાથી આનંદ અનુભવશે. મીન રાશિના લોકોને આકસ્મિક સાનુકૂળતાથી સીઝનલ ધંધામાં લાભ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 16 નવેમ્બર, 2026નું રાશિ ભવિષ્ય

મેષ : દિવસના પ્રારંભથી આપે સતત કોઈન ેકોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સહકાર મળી રહે.
વૃષભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકર વર્ગનો સહકાર મળી રહે.
મિથુન : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે.
કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
સિંહ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. રાજકીય-સરકારી કામ અંગે દોડધામ, ખર્ચ જણાય.
કન્યા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
તુલા : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો.
વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
ધન : આપના કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં આવક થાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય.
મકર : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને કામ કરવાનો ઉત્સાહ રહે. મિલન-મુલાકાત થઈ શકે.
કુંભ : આપને રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં અડચણનો સામનો કરવો પડે. વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું પડે.
મીન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય.

  • અગ્નિદત્ત પદમનાભ