Kutch

કચ્છના સર ક્રીકમાંથી 4 પાકિસ્તાનીને BSFએ ઝડપ્યા, કરચલા પકડવા ભારતીય સીમામાં પ્રવેશ્યા હોવાનો માછીમારોનો દાવો

By GS Team
25 Oct 20261 min read
TukuTouch Logo
કચ્છના સર ક્રીકમાંથી BSFએ 4 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. ભારતીય જળસીમામાં ઘૂસેલા આ માછીમારો સિંધ પ્રાંતના ચચ જાન ખાન ગામના રહેવાસી છે. BSFએ 1 ફાઇબર ફિશિંગ બોટ પણ જપ્ત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં તેઓ કરચલા પકડવા આવ્યા હોવાનું જાણવા મળ્યું. સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છના સર ક્રીકમાંથી 4 પાકિસ્તાનીને BSFએ ઝડપ્યા, કરચલા પકડવા ભારતીય સીમામાં પ્રવેશ્યા હોવાનો માછીમારોનો દાવો

Kutch Sir Creek Pakistani Fishermen Apprehended: ભારત-પાકિસ્તાન સરહદે આવેલા કચ્છના સર ક્રીક વિસ્તારમાંથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ(BSF)ના જવાનોએ 4 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે. BSFએ ભારતીય જળસીમામાં ઘૂસેલા 4 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડવાની સાથે 1 ફાઇબર ફિશિંગ બોટ જપ્ત કરી છે. આગળની પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે તમામને સંબંધિત એજન્સીઓને સોંપવામાં આવ્યા છે.

કચ્છના સર ક્રીકમાં 4 પાકિસ્તાની માછીમારો ઝડપાયા

BSFએ ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે. BSFની પ્રાથમિક પૂછપરછ જાણવા મળ્યું હતું કે, ઝડપાયેલા પાકિસ્તાની માછીમારો સર ક્રીકના આ વિસ્તારમાં કરચલા(Crabs) પકડવાની લાલચે ભારતીય સીમામાં પ્રવેશ્યા હતા. તમામ માછીમારો સિંધ પ્રાંતના 'ચચ જાન ખાન' ગામના રહેવાસી હોવાનું જણાય છે.

ઝડપાયેલા માછીમારોની ઓળખ

  • કાદિર થૈમોર
  • મુહમ્મદ મુસા
  • અઝગર થૈમોર
  • એહસાન જાટ

સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી

માછીમારો માત્ર કરચલા પકડવાના હેતુથી આવ્યા હતા કે પછી તેમની પાછળ કોઈ અન્ય શંકાસ્પદ ઈરાદો છે, તે દિશામાં સુરક્ષા એજન્સીઓ તપાસ હાથ ધરી છે. આગળની કાનૂની કાર્યવાહી અને સઘન પૂછપરછ માટે BSF દ્વારા તમામ માછીમારોને સંબંધિત એજન્સીઓને સોંપવામાં આવ્યા છે.